Western Times News

Gujarati News

સેવાલીયા PSI એમ.વી અસારી દ્વારા માસ્ક અને ટ્રાફિકના નિયમન અંગે કડક સૂચના અપાઈ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.અસારી તથા અન્ય પોલીસ સ્ટાફ મિત્રો દ્વારા સેવાલીયા બજારમાં દુકાને દુકાને ફરી તમામ વહેપારી મિત્રોને માસ્ક પહેરવા કડક સૂચના આપવામાં આવી હતી. અને આ સૂચનાનું પાલન નહીં કરનાર વહેપારીને દંડિત કરવામાં આવશે.

તેમ જણાવ્યું હતું. અને સેવાલીયામાં આડેધડ પાર્કિંગ બાબતે પણ કડક સૂચના આપવામાં આવી હતી. સેવાલીયામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. હાલમાં કોરોના મહા મારી ના કઠિન સમયમાં કોરોના સંક્રમણને અટકાવવું ખૂબ જ જરૂરી છે.તેના ભાગરૂપે ઘરેથી બહાર નીકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે.

તેમ છતાં કેટલાક લોકો આ નિયમનું પાલન કરતા નથી અને પોતાના અને બીજા લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી દાખવે છે.તેથી સરકાર ના માસ્ક પહેરવાના નિયમનું ચુસ્તપણે પાલન થાય તે માટે એમ.વી.અસારી (પો.સ.ઇ,સેવાલીયા) દ્વારા સેવાલીયા બજારમાં વૉક કરવામાં આવી અને સરકારના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.