Western Times News

Gujarati News

પીએફનો એક હપ્તો કપાયો હોય તો પણ કર્મચારીનો પરીવાર વીમા-પેન્શનનો હકકદાર

નવીદિલ્હી, પીએફ મામલે કર્મચારી ભવિષ્યનીધી સંગઠનને એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ જા કોઈ કર્મચારીનો એક હપ્તો પણ પીએફનો કપાયો હો તો તેનો પરીવાર વીમા પેન્શનનો હકકદાર રહેશે. આ અંગેની વિગત મુજબ જા કોઈ કર્મચારીએ પીએફનો એક પણ હપ્તો જમા કરાવ્યો હોય તો તેના ન રહેવાની મૃત્યુ પામવાની સ્થિતીમાં તેના પરીવારને ૬ લાખ રૂપિયા સુધીનો વીમો અને પેન્શનનો લાભ મળશે.

આ જાણકારી કર્મચારી ભવીષ્ય નિધી સંગઠનના ક્ષેત્રીય આયુકત મનોજ યાદવે આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંગઠીત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને પીએફ એકાઉન્ટની સાથે ૬ લાખ રૂપિયા સુધીનો મફત લાઈફ ઈન્સ્યુરન્સ કરવામાં આવે છે. ઈપીએફઓ મેમ્બરની મૃત્યુ થવા પર તેમનો નોમીની લાઈફ ઈન્સ્યોરન્સની રકમ માટે દાવો કરી શકે છે. સાથે સાથે તેની પત્નિ બાળકોને પેન્શન મળે છે.

યાદવે વધુમાં જણાવ્યું હતું કે ઈપીએફઓ મેમ્બર્સને આ સુવિધા એમ્પલોઈ ડીપોઝીટ લીકડ ઈસ્નયોરન્સ સ્કીમ અંતર્ગત મળે છે. આ સ્કીમ અનુસાર મેમ્બરના મૃત્યુ થવા પર નોમીનીને ઈન્સ્યોરન્સ કવર અંતર્ગત અધિકતમ ૬ લાખ રૂપિયાનું ચુકવણુ કરાય છે. અગાઉ આ લીમીટ ૩,૬૦,૦૦૦, રૂપિયા હતી. બાદમાં સ્કીમ અંતર્ગત લીમીટ વધારીને ૬ લાખ રૂપિયા કરાઈ છે.

પીએફ એકાઉન્ટ પર આ દાવો ત્યારે થઈ શકે જયારે પીએફ ખાતા ધારકનું મૃત્યુ નોકરી દરમ્યાન થયું હોય એટલે કે નિવૃત્તી પહેલા આ દરમ્યાન તેનું મૃત્યુ ઓફીસમાં કામ કરવા દરમ્યાન થયું હોય કે રજા દરમ્યાન તેનાથી કોઈ ફરક પડતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.