Western Times News

Gujarati News

અભિનેતા અમિતાભ બચ્ચને વધુ એક મર્સિડિઝ ખરીદી?

મુંબઈ: થોડા સમય પહેલા જ બચ્ચન પરિવારમાં કોરોના આફત બનીને તૂટી પડ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન બાદ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાને હરાવીને ઘરે પાછા આવ્યા હતા. કોરોના સામે જીત મેળવ્યા બાદ અમિતાભે શૂટિંગ શરૂ કરી છે. હાલમાં તેઓ કૌન બનેગા કરોડપતિ ૧૨ના શૂટિંગમાં વ્યસ્ત છે. બિગ બીએ થોડા દિવસો પહેલા જ એક સ્ટાઈલિશ લક્ઝરી કાર ખરીદી હતી,

જેની કિંમત ૧ કરોડથી પણ વધુ બતાવાઈ રહી હતી. ત્યારે હવે બચ્ચન પરિવારમાં વધુ એક મર્સિડિઝ કાર આવી ગઈ છે. જેની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો. હાલમાં જ જાણીતા પાપારાજી વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને જાણકારી આપી છે. જે મુજબ, બચ્ચન પરિવારમાં નવી મર્સિડિઝ-બેન્જ જીએલએસ ૨૦૨૦ આવી ગઈ છે. આ કાર આ વર્ષે જ લોન્ચ થયેલા નવા મોડલમાંથી એક છે.

તેની શરૂઆતની શોરૂમ કિંમત ૯૯.૯૦ લાખ રૂપિયા (બેસ મોડલ) છે. આ કારની જાણકારી મળ્યા બાદ બચ્ચન પરિવાર પર લોકોએ ફરીએકવાર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. મર્સિડિઝ બેન્ઝ જીએલએસ ૨૦૨૦ની વાત કરીએ તો આ બીએસ ૬ પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવે છે. તેના ડીઝલ વેરિયન્ટમાં ૩.૦ લીટર એન્જિન આપેલું છે. જે ૩૩૦ પીએસના પાવર અને ૭૦૦દ્ગદ્બ ટોર્ક જનરેટ કરે છે. જીએલએસ ૪૫૦માં ૩.૦ લીટર પેટ્રોલ એન્જિન છે જેનો પાવર ૩૬૭ પીએસ અને ટોર્ક ૫૦૦એનએમ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને લોકોને તેમના ઘરે આવેલાં નવા મેમ્બર વિશે જાણકારી આપી.

સોશિયલ મીડિયા પર બિગ બીએ જણાવ્યું કે, તમને ઘરે એક કારની એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે નવી લક્ઝરી મર્સિડીઝ એસ-ક્લાસ કાર ખરીદી હતી. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં બિગ બી તેમની નવી કાર સાથે જોવા મળી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.