Western Times News

Gujarati News

હવે પડોસીઓ સાથેના સંબંધોને લઇ રાહુલે સરકાર પર નિશાન સાધ્યું

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી દેશ પરત આવી ચુકયા છે તે પોતાની માતા સોનિયા ગાંધીની સારવાર માટે તેમની સાથે વિદેશ ગયા હતાં. આ દરમિયાન રાહુલે સોશિયલ મીડિયા દ્વારા લોકોથી જાેડાયેલા રહ્યાં તે સતત ટિ્‌વટર દ્વારા મોદી સરકાર પર પ્રહારો કરતા રહ્યાં છે હવે તેમણે સરકાર પર આંતરરાષ્ટ્રીય સંબંધોને લઇ સવાલ ઉઠાવતા પ્રહારો કર્યા છે રાહુલે ટ્‌વીટ કર્યું મિસ્ટર મોદીએ સંબંધોના તે તારને નષ્ટ કરી દીધો જે કોંગ્રેસે અનેક દાયકાઓમાં બનાવ્યો અને તેનું પોષણ કર્યું હતું પડોસમાં દોસ્તો વિના રહેવુ ખતરનાક છે.

હકકીતમાં રાહુલે એક અહેવાલનો ઉલ્લેખ કરી આ ટ્‌વીટ કર્યું તે ખબર બાંગ્લાદેશના ભારતની સાથે સંબંધોના નબળા થવા અને ચીનની સાથે મજબુત થવા પર હતી રાહુલે આ પહેલા કિસાન બિલને લઇ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે ટ્‌વીટ કર્યું હતું કે ૨૦૧૪- મોદીજીનું ચુંટણી વચન કિસાનોને સ્વામીનાથ કમિશનવાળુ એમએસપી,૨૦૧૫ મોદી સરકારે કોર્ટમાં કહ્યું તેમનાથી આ થઇ શકશે નહીં. ૨૦૨૦-માં કાળો કિસાન કાનુન મોદીજીની નીયત સાફ કૃષિ વિરોધી નવો પ્રયાસ કિસાનોને જડથી સાફ કરો મુડીપતિ મિત્રોનો કરો ખુબ વિકાસ  કૃષિ વિધેયકોના રાજયસભામાંથી પસાર થયા બાદ રાહુલે ટ્‌વીટ કર્યું હતું જે કિસાનો ધરતીમાંથી સોના ઉગાડે છે મોદી સરકારના ધમંડ તેને લોહીના આંસુથી રડાવે છે રાજયસભામાં ડે રીતે કૃષિ વિધેયકના રૂપમાં સરકારે કિસાનોની વિરૂધ્ધ મોતનુ ફરમાન કાઢયું તેનાથી લોકતંત્ર શર્મિદા છે.

કોરોનાના વધતા મામલાને લઇ તેમણે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે મોદી સરકાર અંધળો અહંકાર દેશની બદહાલી માટે કયારેય ભગવાનને તો કયારેક જમીને દોષિત ઠેરવે છે પરંતુ ખુદના કુશાસન અને ખોટી નીતિઓને નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.