Western Times News

Gujarati News

સંજુની કિમોથેરાપીની ત્રીજી સાઈકલ ૩૦ સપ્ટેમ્બરથી શરૂ

મુંબઈ: ગત સપ્તાહની શરૂઆતમાં (actor) એક્ટર સંજય દત્ત  (Sanjay dutt) પોતાના ટ્‌વીન્સ બાળકો ઈકરા અને શહરાન સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે દુબઈ ગયો હતો. આ દરમિયાન પત્ની માન્યતા દત્તા પણ તેની સાથે હતી અને હવે આ હૉલિડે ટૂંક સમયમાં ખતમ થવાનો છે. અસલમાં સંજય દત્તને ૩૦ સપ્ટેમ્બરે મુંબઈમાં હાજર રહેવું જરૂરી છે કારણ કે, આ જ દિવસે તેના ફેફસાંના કેન્સરની ટ્રિટમેન્ટ માટે તેની કિમોથેરાપીની ત્રીજી સાઈકલ શરૂ થશે. આવામાં જો સંજય દુબઈમાં પોતાના સ્ટેને વધારશે નહીં તો આગામી ૭ અથવા ૮ દિવસોમાં તે મુંબઈમાં હશે. સંજય પોતાની રિકવરી અંગે ઘણો આશાવાદી છે.

પ્રથમ બે કિમોથેરેપીની જેમ ત્રીજી પણ મુંબઈમાં જ થશે. પ્રથમ કિમોથેરેપી સાઈકલ ખતમ થયા બાદ ડૉક્ટર જલીલ પારકરે કહ્યું હતું કે, ‘હજુ સુધી એ જાણી શકાયું નથી કે, કેટલી સાઈકલ્સની જરૂર પડશે. કિમોથેરાપી આસાન નથી હોતી અને લંગ કેન્સર સામે લડવું વધુ એક યુદ્ધ સમાન છે. જણાવી દઈએ કે, સંજયે પહેલા અમેરિકામાં કિમોથેરેપી કરાવવાનો ર્નિણય લીધો હતો. આના માટે તે તેણે અમેરિકાના પાંચ વર્ષના વીઝા પણ મેળવી લીધા હતા.

બીજી ચૉઈસ સિંગાપોર હતી પણ તે કેન્સલ કરી દેવાઈ અને છેવટે તેણે મુંબઈમાં રહીને જ સારવાર કરાવવાનો ર્નિણય લીધો. પત્ની માન્યતાએ જણાવ્યું હતું કે, સંજય હાલ અહીં જ રહીને પોતાના કેન્સરની સારવાર કરાવશે અને આગળ વિદેશ જવાની જરૂર જણાશે તો જશે. ફિલ્મોની વાત કરીએ તો સંજયે અત્યાર સુધી નક્કી નથી કર્યું કે, તે પોતાની કઈ અધૂરી ફિલ્મનું શૂટિંગ પહેલા કરશે. ઉલ્લેખનીય છે કે, કેન્સરની જાણ થયા બાદ સંજય કામમાંથી બ્રેક લેવાની ઘોષણા કરી હતી

પરંતુ વચ્ચે-વચ્ચે તે પોતાની અધૂરી ફિલ્મોના શૂટિંગ કરી રહ્યો છે. એક સૂત્રે જણાવ્યું કે, ‘સંજય દત્તની ફિલ્મોના પ્રૉડ્યૂસર્સ તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. તેણે અપકમિંગ ફિલ્મ શમશેરાનું શૂટિંગ પૂરું કરી લીધું છે. બસ થોડા પેચવર્ક માટે તેની જરૂર છે.’ આ ઉપરાંત તેની પાસે ‘પૃથ્વીરાજ’ અને કેજીએફ ૨ જેવી ફિલ્મો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.