Western Times News

Gujarati News

બદલાપુર- વાગણી વચ્ચે મહાલક્ષ્મી એકસપ્રેસ ટ્રેન ફસાઈ

મુંબઈ : કેન્દ્રીય હવામાન વિભાગે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજયોમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરતા સ્થાનિક તંત્રોને એલર્ટ કરી દેવાયા છે. મુંબઈમાં ગઈકાલે સવારથી જ અવિરત વરસાદ પડી રહયો છે અને રાતભર પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. બદલાપુર નજીક મહાલક્ષ્મી એકસપ્રેસ ટ્રેનને ટ્રેક પર પાણી ફરી વળતા અટકાવી દેવામાં આવી છે .

મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને ટ્રેન સેવા તથા હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે ગઈકાલ મોડી સાંજે બદલાપુર નજીક મહાલક્ષ્મી એકસપ્રેસ ટ્રેનને ટ્રેક પર પાણી ફરી વળતા અટકાવી દેવામાં આવી છે.

ટ્રેનમાં સવાર ર હજાર જેટલા પ્રવાસીઓ પાણીની વચ્ચે ટ્રેનમાં ફસાયા છે જેઓની મદદે આજે સવારે એનડીઆરએફના જવાનો પહોંચી ગયા છે અને પ્રવાસીઓને ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સમગ્ર ટ્રેનમાં પ્રવાસીઓને બહાર નીકળવા દેવામાં આવતા નથી બીજીબાજુ પ્રવાસીઓની મદદ કરવા એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે અને હાલમાં એરફોર્સના ચાર હેલીકોપ્ટરો ટ્રેનની ઉપર ચકકર મારી રહયા છે, પાણીનો પ્રવાહ વધશે તો તમામ પ્રવાસીઓને સહી સલામત બહાર કાઢવાની પણ તૈયારીઓ આરંભી દેવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.