Western Times News

Gujarati News

આસારામ, રામરહિમના ભાજપના આઈકાર્ડ વાયરલ થયા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું પણ ભાજપનું આઈકાર્ડ ફરતું થયું

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રમાં સત્તા સ્થાને આવ્યા બાદ દેશભરમાં ભાજપને મજબુત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મોવડી મંડળે સદસ્યતા નોંધણી ઝુંબેશ શરૂ કરાવી છે અને તેને વ્યાપક આવકાર મળી રહયો છે દેશભરમાં લાખો લોકો ભાજપ સાથે જાડાઈ રહયા છે અને આ માટે સભ્યના આઈકાર્ડ પણ આપવામાં આવી રહયા છે આ માટે મોબાઈલ ફોન પર ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે.

જાકે છેલ્લા કેટલાક દિવસથી સભ્ય નોંધણી ઝુંબેશમાં કેટલાક વિવાદાસ્પદ વ્યકિતઓના ભાજપના આઈકાર્ડ ફરતા થતાં મોવડી મંડળ ચોંકી ઉઠયું છે. સભ્ય નોંધણી ઝુંબેશની કામગીરી અંગે અમદાવાદ શહેરમાં ભદ્ર વિસ્તારમાં મળેલી ભાજપના આગેવાનોની બેઠકમાં કેટલાક અગ્રણીઓએ શહેરના શાહપુર વિસ્તારમાં રહેતા

એક શખ્સે ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ ટીકાપાત્ર બને અને ભાજપની પ્રતિષ્ઠા ખરડાય તે માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન તથા ભારતમાં સજા ભોગવી રહેલા કેટલાક ગુનેગારોના આઈકાર્ડ ફરતા કર્યાં હોવાની ફરિયાદ કરતા જ પ્રદેશ નેતાઓ ચોંકી ઉઠયા હતા અને આ અંગે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા શાહપુરના આ શખ્સને આજે નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કેન્દ્રમાં સતત બીજી વખત સત્તા હાંસલ કરનાર ભાજપ હવે એક પછી એક રાજયોમાં પોતાની સત્તા સ્થાપી રહયુ છે ભાજપનો વ્યાપ વધતા ભારત દેશને કોંગ્રેસ મુકત બનાવવાનો નારો આપવામાં આવ્યો છે દેશના નાગરિકોને ભાજપ સાથે જાડવા માટે પક્ષના મોવડી મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વ્યાપ વધ્યો છે અને હજુ પણ દેશના છેવાડાના ગામડા સુધી ભાજપનો વ્યાપ વધે તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે આ માટે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા સદસ્ય નોંધણી ઝુંબેશ અસરકારક રીતે શરૂ કરવામાં આવી છે.

ભાજપ સાથે દેશના મોટાભાગના નાગરિકોને જાડવા શરૂ કરાયેલી સભ્ય નોંધણી ઝુંબેશ હાલ દેશભરમાં પુરજાશમાં ચાલી રહી છે અને તેને વ્યાપક પ્રમાણમાં આવકાર મળતા મોવડી મંડળ આ માટે સ્થાનિક નેતાઓને જવાબદાર માની રહયા છે આ સભ્ય નોંધણી ઝુંબેશ માટે મોબાઈલ ફોન પર જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના મારફતે ભાજપના સભ્ય બનનારને ફોન ઉપર જ તેનું કાર્ડ મળી જતું હોય છે આ દરમિયાનમાં અમદાવાદ શહેર ભાજપના અગ્રણીઓની તાજેતરમાં જ ભદ્ર ખાતે આવેલા વસંત ચોકમાં મહારાષ્ટ્ર સેવા સમિતિના મકાનમાં ખાસ મિટીંગ બોલાવવામાં આવી હતી.

આ મિટીંગમાં ઉપસ્થિતિ ભાજપના કેટલાક આગેવાનોએ ફરિયાદ કરી હતી કે શાહપુરમાં રહેતા ગુલામ શેખ નામનો શખ્સ ભાજપની આ ઝુંબેશ ટીકાપાત્ર બને તેવા પ્રયાસો કરી રહયો છે. તેણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તથા ભારતના કેટલાક વિવાદાસ્પદ વ્યક્તિઅે સભ્ય નોંધણી કરી તેના કાર્ડ ફરતા કર્યાં છે.

ભાજપના આગેવાનોની આ રજુઆતથી આગેવાનો ચોંકી ઉઠયા હતા આ મીટીંગમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગુલામ શેખે આશારામ ઉપરાંત ગુરપ્રિત રામરહિમ કે જે હાલમાં જેલમાં સજા ભોગવી રહયા છે તેઓના આઈકાર્ડ પણ બનાવી દીધા છે આ ઉપરાંત અન્ય લોકોના પણ આવી જ રીતે કાર્ડ બનાવી ફરતા કરવામાં આવ્યા હોવાની આશંકા છે.

આગેવાનોની આ રજુઆત બાદ તપાસ કરતા આ હકીકત સત્ય જણાઈ હતી. શાહપુર એકતા શાંતિ વોર્ડ સમિતિ તથા શાહપુર શાંતિ વોર્ડ સમિતિમાં ભાજપના આ આઈકાર્ડ ફરતા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહયું છે.

ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ ટીકાપાત્ર બને તે માટેના શાહપુરના ગુલામ શેખ નામના શખ્સની આ કરતુતોથી આગેવાનો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આ પ્રવૃતિ અટકે તે માટે શહેર ભાજપના આગેવાનોએ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો તે મુજબ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા અને શહેર ભાજપના મહામંત્રી કમલેશ પટેલે આ અંગે ગુલામ શેખ વિરૂધ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં આ મુદ્દે કમલેશ પટેલની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૌ પ્રથમ આ મુદ્દે ગુલામશેખને આજે સાયબર ક્રાઈમની કચેરીમાં જવાબ રજુ કરવા માટે બોલાવવામાં આવ્યો છે અને તેના ખુલાસા બાદ સાયબર ક્રાઈમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહયું છે.

શાહપુરના શખ્સ દ્વારા કરાયેલી આ પ્રવૃતિથી ભાજપમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને અન્ય કોઈ શખ્સ આવી પ્રવૃતિ ન કરે તે માટે તકેદારી રાખવા સ્થાનિક આગેવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.