Western Times News

Gujarati News

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તંત્ર એલર્ટ

અમદાવાદ : અમદાવાદ સહિત રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાંક ભાગોમાં ઝરમર ઝરમર તો ઘણી જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડી રહયા હોવાના અહેવાલો મળી રહયા છે. અને હવામાનખાતાએ આગાહી કરી છે કે ગુજરાતને અસર કરે તેવી બે સીસ્ટમ સર્જાયેલી હોવાના કારણે ર૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હોઈ એનડીઆર એફની ટીમો ને તૈનાત કરી દેવાઈ છે. જયારે બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, રાજકોટમાં કર્મચારીઓ હેડકવાર્ટર નહીં છોડવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ હાલમાં અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી રહયા છે. જયારે એરપોર્ટ શાહીબાગ મેઘાણીનગર, બોપલ, શિવરંજની વેલજપુર, એસજી હાઈવે અને ગાંધીનગરમાં વરસાદ વરસી રહયો છે. વરસાદના પગલે વિમાની સેવાને અસર પહોંચી છે. અને કેટલીક વિમાની સેવાઓ અર્ધો કલાકથી વધુ મોડી ચાલી રહી છે. જયારે દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં વરસાદને પગલે કેટલીક ટ્રેનો નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે.

ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી વચ્ચે લોકો આશા રાખી રહયા છે, કે આજે હવામાન ખાતાની આગાહી મુજબ જરૂર વરસાદ વરસરશે, ગઈકાલે રવિવારે ભારે વરસાદની આગાહી હતી પરંતુ શહેરમાં થોડે થોડે સમયે હળવા ઝાપટાનો અમદાવાદ નગરજનોએ આનંદ માણ્યો હતો.


વાતાવરણ આહલાદક બનતાં ઝરમર ઝરમર વરસતા વરસાદને કારણે સાંજના સમયે નગરજનો કરવા મળતા જાવા મળતા હતાં અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ વરસાદ ૬.પ ઈંચ થયો છે. જે સરેરાશ વરસાદ કરતાં ઘણો ઓછો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદના ભારે ઝાપટા પડી રહયા છે. ડાંગ જીલ્લામાં તો મેઘરાજાએ કરેલી મહેરને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. પ્રકૃતિનું સૌદર્યમાણવા ડાંગજીલ્લામાં પ્રવાસીઓ સૌદર્યપ્રેમીઓ ઉમટી પડયા છે., અને વરસતા વરસાદમાં પણ હળવા સંગીત સાથે મોજ માણી રહયા છે.

અત્યારે દક્ષીણગુજરાતમાં શ્રીકાર વરસાદ વરસી રહયો હોવાના સમાચાર છે. ગઈકાલ રાત્રીથી ભારે વરસાદ વચ્ચે અંબાજીમાં ઠેરઠેર પાણી ભરાયેલા જાવા મળે છે. દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. માત્ર ૩ કલાકમાં જ ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો.

ઉત્તરગુજરાત, મધ્યગુજરાત તથા દક્ષિણગુજરાતમાં શ્રીકાર વરસાદવરસી રહયો છે. વાવમાં સૌથી વધુ વરસાદ ૯ં ઈચ પડતા રસ્તાઓ પર વરસાદના પાણી વહી રહયા છે. વાવનું વરસાદી પાણીમાં ગરકાઈ થઈ જતાં ગ્રામવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

રાજકોટમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયાના સમાચાર છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહયો છે. રાજકોટ-મોરબી પરભારે પવનથી વરસી રહેલા વરસાદને કારણે હાઈવે પર વાહાનચાલકો વાહનો ચલાવવાની ભારે મુશ્કેલી પડી છે. ભારે વરસાદથી આગાહી વચ્ચે વલસાડ, સુરત,નવસારી, પાટણ, વાવ, વગેરે જગ્યા પચર આરએફની ટીમો મુકવામાં આવી છે.

શહેરમાં એસ.જી.હાઈવે, વેજલપુર, પ્રહલાદનગર, બોડકદેવ શિવરંજની, મેઘાણીનગર, શાહીબાગ, એરપોર્ટ,વાસણા વગેરે વિસ્તારોમાં મેઘરાજા વરસી રહયા છે. અન્ય વિસ્તારોમાં વાદળ ઘેરું વાતાવરણ તથા વરસાદના હળવા ઝાપટા વરસતા જાવા મળે છે. એરપોર્ટ પર ભારે વરસાદ વરસતા હવાઈ સેવા ખોરવાઈ ગયાના સમાચાર છે.

પાંચ દિવસની હવામાનની આગાહી બે દિવસ કોરા ગયા બાદ આજે સવારથી જ ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાએ મહેર કરી છે. વાદળભર્યા વાતાવરણમાં કયાંક ધીમી ધારે તો કયાંક ભારે વરસાદના ંઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જાવા મળે છે. બનાસકાંઠાના વાવમાં માડકા ગામનું તળાવ ખેતર તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.