Western Times News

Gujarati News

સરદારનગરમાં પોલીસની ડ્રાઈવઃ દારૂના અડ્ડા પર ઠેર ઠેર દરોડા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સરદારનગર વિસ્તારના છારાનગર અને કુબેરનગરમાં ગઈકાલે પોલીસે મેગા ડ્રાઈવ કરી દારૂના અડ્ડાઓ પર ઠેર ઠેર દરોડા પાડી એક હજાર લીટરથી વધુ દેશી દારૂ બનાવવાના વાશનો નાશ કરી છ શખ્સોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ અંગેની વિગત એવી છેકે દશી દારૂના વેચાણ અને બનાવવા માટે કુખ્યાત બનેલા સરદારનગર વિસ્તારના છારાનગર અને કુબેરનગરમાં ચાલતી દેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિઓને ડામી દેવા પોલીસે ગઈકાલે સરદારનગર વિસ્તારમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ ડ્રાઈવમાં પોલીસ ઈન્સ્પેક્ટરો, પોલીસ સબઈન્સ્પેક્ટરો, સહિત જવાનો જાડાયા હતા. ગઈકાલે સાંજે ઉપરોક્ત બંન્ને વિસ્તારમાં પોલીસ કાફલો અચાનક જ ત્રાટકતા ભારે કુતુહલ છવાયુ હતુ. પોલીસે આ વિસ્તારમાં ઠેર ઠેર દરોડા પાડી દેશી દારૂ બનાવવા માટે વપરાતો આશરે એક હજાર લીટર વાશનો નાશ કરી છ શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસે આ વિસ્તારમાં કુલ ૧૮ સ્થળોએ રેડ કરી હતી. પોલીસની ડ્રાઈવ દરમ્યાન ગુનેગારોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.
૧ હજાર લીટર વાશનો નાશ કરાયોઃ છ શખ્સોની ધરપકડ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.