Western Times News

Gujarati News

હીરો મોટોકોર્પે આકર્ષક ગ્લેમર બ્લેઝ એડિશન રજૂ કરી

આકર્ષક અને આક્રમક પોર્ટફોલિયો પ્રત્યે કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપતાં મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પે લોકપ્રિય ગ્લેમર મોટરસાઈકલ ધ ગ્લેમર બ્લેઝની નવી વિશેષ એડિશન રજૂ કરી છે.

ગ્લેમર બ્રાન્ડના ડીએનએની રેખામાં નવી મોટરસાઈકલ પરફોર્મન્સ, કમ્ફર્ટ અને સ્ટાઈલ પૂરી પાડે છે, જે હવે નવા મેટ વર્નિયર ગ્રે રંગમાં મળશે. 125 સીસી મોટરસાઈકલ શ્રેણીમાં હેન્ડલબાર પર યુએસબી ચાર્જર સાથે તે નવી વિશિષ્ટતા પણ લઈને આવી છે.

નવી મોટરસાઈકલ વિશે બોલતાં હીરો મોટોકોર્પના સેલ્સ અને આફ્ટરસેલ્સના હેડ નવીન ચૌહાણે જણાવ્યું હતું કે ગ્લેમર દેશભરમાં અત્યંત લોકપ્રિય બ્રાન્ડ છે અને સ્ટાઈલ તથા પરફોર્મન્સ આલેખિત કરે છે. હાલમાં રજૂ કરાયેલી નવી ગ્લેમર માટ પ્રતિસાદ હકારાત્મક રહ્યો હતો અને હવે તેની બ્લેઝ એડિશનમાં બ્રાન્ડે દેશના યુવાનોને સ્પર્શવાનું ચાલુ રાખ્યું છે.

હીરો મોટોકોર્પના સ્ટ્રેટેજીના હેડ માલો લી મેસને જણાવ્યું હતું કે અમારી પાસે આગામી તહેવારની મોસમને અનુલક્ષી નવી પ્રોડક્ટોની મજબૂત રેખા છે. નવી ગ્લેમર બ્લેઝ ઉચ્ચ ઊર્જાશીલ એડિશન છે, જે યુવા રાઈડરો માટે આકર્ષણ વધારે છે.

નવી ગ્લેમર બ્લેઝ XSens પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઈન્જેકશન સાથે 125 સીસી BS-VI એન્જિન દ્વારા પાવર્ડ છે. એન્જિન 10.7 BHP @7500 RPM પાવર આઉટપુટ અને 10.6 Nm @ 6000 RPM ટોર્ક પેદા કરે છે. હીરોની ક્રાંતિકારી i3S (આઈડલ સ્ટાર્ટ- સ્ટોપ સિસ્ટમ) સાથે ઓટો સેઈલ ટેકનોલોજી ગ્લેમર બ્લેઝ પરફોર્મન્સ અને કમ્ફર્ટના તેના બ્રાન્ડ વચનને સાર્થક કરે છે.

 ફંકશનાલિટી અને સવારીના કમ્ફર્ટમાં ઉમેરો કરતાં તે હેન્ડલ પર યુએસબી ચાર્જર ઓફર કરે છે અને સાઈડ- સ્ટેન્ડ ઈન્ડિકેટર સાથે આવે છે. ફ્રન્ટ 240mm ડિસ્ક બ્રેક્સ અને 180mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વિશ્વાસપાત્ર વિશ્વસનીયતા અને અસલી રસ્તાની હાજરી સાથે આખો દિવસ સવારીનું કમ્ફર્ટ પૂરું પાડે છે. નવી ગ્લેમર બ્લેઝ નવા મેટ વર્નિયર ગ્રે રંગ અને ફંક- લાઈમ યેલો ગ્રાફિક્સ સાથે આકાંક્ષાત્મક યુવાનો માટે સ્ટાઈલની ખૂબીને વધુ નિખારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.