Western Times News

Gujarati News

પ્રાંતિજ થી દાહોદ જતી બસ ખાડામાં ખાબકી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ થી દાહોદ જતી એસટી બસ ને દાહોદ ના લીમડી નજીક કાળી મુવાડી પાસે બાઇક સવાર ને બચાવવા જતાં બસ ખાડામાં ખાબકી હતી તો બસમાં સવાર ૨૦થી ૨૫ જેટલા મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

મળતી માહિતી મુજબ પ્રાંતિજ એસટી ડેપો ની બસ પ્રાંતિજ થી દાહોદ જતી એસટી બસ ને સવારે દાહોદ લીમડી નજીક આવેલ કાળી મુવાડી પાસે અકસ્માત નડ્યો હતો

જેમાં રોડ ઉપર અચાનક બાઇક આવી જતા બસ ચાલકે બાઇક સવાર ને બચાવવા જતાં બસ બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાં ખાડા માં ખાબકી હતી તો આજુબાજુ મા રહેતા લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો બસ મા સવાર ૨૦થી ૨૫ મુસાફરોને નાની વતી ઈજાઓ પોહચી હતી

તો અકસ્માત ની જાણ ૧૦૮ ને દોડી આવેલ લોકો માંથી કરતાં  ૧૦૮ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ને ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં તો લીમડી પોલીસ ને પણ જાણ થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથધરી હતી જોકે અકસ્માત મોટી જાન હાની ના થતા તંત્ર એ પણ હાસકારો લીધો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.