Western Times News

Gujarati News

વડોદરા શહેરમાં  ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ

અધિક કલેક્ટર શ્રી ડી. આર. પટેલે તાત્કાલિક બેઠક બોલાવી અધિકારીઓને બચાવ કામગીરીની  જવાબદારી સોંપી- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેલીફોનીક વાતચીતથી પરિસ્થિતિની માહિતી મેળવી

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી -૩૫૦ જેટલા લોકને કરાયા સ્થળાંતર

વડોદરા,  વડોદરા શહેરમાં  ભારે વરસાદના પગલે અધિક નિવાસી કલેક્ટર શ્રી ડી. આર. પટેલે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળ પર જઇને બચાવ કામગીરી કરવાની જવાબદારી અધિકારીઓને સોંપી હતી. તેમજ કન્ટ્રોલ રૂમ પર આવેલા આવેલ ફરિયાદને નિવારણ માટે જુદા-જદા અધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના આપી હતી. તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેલીફોનીક વાતચીત કરી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

શહેરમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીના જવાનોની બે ટુકડીની મદદ લેવામાં આવી રહી છે. તેમજ જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા વડોદરા મ્યુનિસિપલ  કોર્પોરેશનને પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની  સૂચના આપવામાં આવી છે. રાત્રે નવ વાગ્યા સુધીમાં ૩૫૦ લોકોનું સલામત સ્થળે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે.

વડોદરા શહેરમાં શહેર સવારે ૬ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ૪૪૨ મી. મી. વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. વડોદરા જિલ્‍લાના કરજણમાં ૧૩૭ મી.મી. અને વાઘોડિયામાં ૧૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.