Western Times News

Gujarati News

સંજેલી તાલુકામાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો: બે કલાક માં ૪૯ મિ મિ વરસાદ

મામલતદાર ક્વાર્ટર્સ આગળ જ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને રાહદારીઓને મુશ્કેલી
(પ્રતિનિધિ, સંજેલી) સંજેલી તાલુકામાં ચોમાસાની શરૂ થતાં જ ધીમી ઘારે વરસાદ પડતો હતો ગુરુવારના વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં સંજેલીમાં મામલતદાર ક્વાર્ટર્સમાં મુખ્યમાર્ગ પર પાણી ભરાયા તેમજ ઝાલોદ સંજેલી મુખ્ય માર્ગ પર કુંડા ગામે પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે
હવામાનવિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ભારે થીઅતિ ભારે વરસાદ નિ આગાહી કરો હવે છે ત્યારે બુધવારની રાત્રિના છણ છન થયા બાદ ગુરુવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન મેહુલિયો મન મૂકીને વરસતા ૪૯ મિ મિ ધોધમાર વરસાદ પડતાં સંજેલીથી ગોધરા તરફ જતા મુખ્ય રસ્તા પર મામલતદાર ક્વાર્ટર્સનિ આગળ જ ડેચન સમા પાણી ભરાતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી બે વર્ષ અગાઉ જ મામલતદાર ક્વાર્ટર્સ પડતાં જ વરસાદિ પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા દર ચોમાસામાં અહીં ના સ્થાનિક લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે મામલતદાર સહિત પંચાયત તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં પણ વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતાં કોઇ મોટી હોનારત સર્જાય તો નવાઈની વાત નથી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વસ્થા કરવામાં આવે તે જરૂરી છે ત્યારે સંજેલી મુખ્ય માર્ગ પર બરોડા ગ્રામીણ બેંક આગળ તળાવ સમા વરસાદી પાની ભરાતાં સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે પંચાયત તંત્ર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

સંજેલીથી ઝાલોદ તરફ જતાં કુંડા ગામે મુખ્ય માર્ગ પર ડુંગર વિસ્તારમાંથી વરસાદી પાણીના નીર ઉતરતા કમર સમાં પાણી ભરાઈ જતાં થોડા કલાકો માટે વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો ત્યારે તંત્ર દ્વારા આ ડુબાઉ પુલને પણ ઊંચાઈ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે આવા ચોમાસામાં સંજેલીથી તમામ રસ્તાઓ પર વધુ વરસાદ પડવાથી અવર જવર માટે મુશ્કેલી તો વેઠવી પડી રહી છે.

ચોમાસામાં પણ વધુ વરસાદ પડતાં મામલતદાર ક્વોટર્સની દિવાલ પણ ધરાશાયી થઈ હતી મામલતદાર ક્વાર્ટર્સ નિ આગળ કેટલાક ઘરોમાં પાણી કરાતાં લોકોના મકાનોમાંથી વાસણો અને જાનવરો પણ તણાય આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વરસાદી પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે મામલતદારને લેખિત તેમજ મોખિક રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાળજી લીધા વગર વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે કોઇ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહી છે શું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.