Western Times News

Gujarati News

મણિનગરની બેંકમાં તસ્કરો ત્રાટક્યા

ભરબપોરે કેશીયરને વાતોમાં વ્યસ્ત રાખી તેના ખાનામાંથી રૂ.૪.પ૦ લાખની તફડંચી : સીસીટીવી કુટેજ ચેક કરાતા બેંકમાં પાંચ શખ્સોની તસ્કર ટોળકી કેમેરામાં કેદ : મણિનગર પોલીસે કુટેજના આધારે શરૂ કરેલી તપાસ

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકથી નાગરિકોમાં ભયનો માહોલ છવાયેલો છે શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે છેલ્લા ઘણા સમયથી ચીલઝડપ કરતી ટોળકીઓ અવનવી તરકીબો અજમાવી નાણાંની તફડંચી તથા લૂંટ કરી રહી છે.

પોલીસતંત્રના પેટ્રોલીંગના દાવા સાવ પોકળ સાબિત થઈ રહયા છે અને રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવી ટોળકીઓ ત્રાટકીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ શોભાના ગાઠીયા સમાન પુરવાર થઈ રહયા છે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી બેંકમાં ધોળા દિવસે ચીલઝડપ કરતી ટોળકી ત્રાટકી હતી.
બેંકના કેશીયરને વાતોમાં વ્યસ્ત રાખી તેના ડ્રોઅરમાંથી સાડા ચાર લાખ ઉપરાંતની રકમની તફડંચી કરી ટોળકી પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે

બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા શખ્સોની ટોળકી જાવા મળી રહી છે મણિનગર પોલીસે સીસીટીવી કુટેજના આધારે આરોપીઓને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરમાં ચોરી અને લુંટફાટની વધતી જતી ઘટનાઓથી તમામ જાહેર સ્થળો રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત તમામ મોલ, બેંકો તથા દુકાનોમાં પણ સીસીટીવી ફરજીયાત કરવામાં આવ્યા છે.


આ ઉપરાંત તસ્કરો અને લુંટારુઓ તથા ગુનેગારોને ઝડપી લેવા માટે પોલીસ પેટ્રોલીંગના દાવા પણ કરવામાં આવી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં આટલી તકેદારી રાખવા છતાં તસ્કરો અને લુંટારુઓને પોલીસનો જાણે કોઈ ડર જ ના હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ગઈકાલે ભરબપોરે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી.

બેંક ઓફ બરોડા મણિનગર શાખા ગઈકાલે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી અને સાંજે બેંકનું કામકાજ પણ પૂર્ણ થઈ ગયું હતું. બેકિંગ કાર્યવાહી પૂર્ણ થયા બાદ શાખામાં કેશીયર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર માણેકલાલ ઠકકર અને પ્રજ્ઞા રાજેશ શાહ નામના બંને

કર્મચારીઓએ હિસાબ કરવાની શરૂઆત કરી હતી પ્રથમ વખત નાણાંકીય લેવડ દેવડનો હિસાબ કરતા રૂ.૪.પ૦ લાખની ઘટ જણાઈ હતી
જેના પરિણામે તેમણે તાત્કાલિક બ્રાંચ મેનેજર બ્રીજ શર્માને આ અંગેની જાણ કરી હતી.

બ્રાંચ મેનેજરે દિવસભર જમા થયેલી સ્લીપો તથા વાઉચરોનું ચેકિંગ કરી ફરી વખત હિસાબ કર્યો હતો પરંતુ આ હિસાબમાં પણ ઘટ આવતા બેંકનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો સૌ પ્રથમ બેંકમાંથી દિવસ દરમિયાન થયેલી મોટી લેવડ દેવડ ના ટ્રાન્ઝેકશન ચેક કરવામાં આવ્યા હતા.

પરંતુ તે પણ બરોબર જણાયા હતા જેના પગલે તાત્કાલિક તમામ સ્ટાફની હાજરીમાં સવારે બેંક ખુલ્યાથી સાંજે બેંક બંધ થઈ ત્યાં સુધીના સીસીટીવી કુટેજ ચેક કરવાની શરૂઆત કરવામાં આવી હતી બેંક ખુલ્યા બાદ અંદાજે દોઢ કલાકના સમય બાદ ૧૧.૧પ વાગ્યાની આસપાસ બેંકમાં પાંચ જેટલા શખ્સો શંકાસ્પદ હાલતમાં જાવા મળ્યા હતા જેના પગલે આ પાંચેય શખ્સોના સીસીટીવી કુટેજ બારીકાઈથી જાવામાં આવ્યા હતાં.

દિવસભરની કામગીરીના સીસીટીવી કુટેજ ચેક કરવામાં આવતા આ પાંચ શખ્સોની તસ્કરોની ટોળકીની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ હતી ટોળકીના બે સાગરિતો બેંકના કેશીયર સાથે વાતચીત કરતા જાવા મળ્યા હતા આ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરે તેને સાંભળવાની તકલીફ હોવાથી કેશીયરને જાશથી બોલવા માટે જણાવતો માલુમ પડયો હતો અને બીજા શખ્સ પણ કેશીયર સાથે વાત કરતો હતો.

આ દરમિયાનમાં વાતચીતનો દોર લંબાતા આ પાંચેય શખ્સોમાંથી સફેદ કલરનું શર્ટ પહેરેલો એક શખ્સ બેંકના સ્ટાફની નજર ચુકવી કેશીયરની કેબીન સુધી પહોંચી ગયેલો જાવા મળ્યો હતો.

સીસીટીવી કુટેજમાં તસ્કર ટોળકી કેદ થઈ ગઈ છે અને તેમાંથી સફેદ રંગનો શર્ટ પહેરેલો શખ્સ કેશીયરની કેબીન સુધી પહોંચતો નજરે પડે છે જેનાથી બેકીંગ સ્ટાફ ચોંકી ઉઠયો હતો વધુ કુટેજ ચેક કરતા આ શખ્સ કેશીયરની કેબીનની અંદર જતો જાવા મળી રહયો છે અને તે ખાનુ ખોલી તેમાંથી રૂપિયાના બંડલો થેલીમાં મુકતો જણાયો છે.

આ  સમગ્ર ગતિવિધ જાવા મળતા જ બ્રાંચ મેનેજર બ્રીજ ગોપાલ શર્માએ તાત્કાલિક મણિનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો બેંકમાંથી ધોળે દિવસે કેશીયરના ખાનામાંથી રૂ.૪.પ૦ લાખની ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર રવાના થયા હતાં.

કેશીયરની પુછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે તેમના ખાનામાં પ૦૦ની નોટના બંડલો હતા અને તેમાંથી ૯ બંડલો ઓછા જણાયા છે જેના પગલે મણિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે પોલીસે આ તમામ શખ્સોના સીસીટીવી કુટેજ પણ એકત્ર કરી લીધા છે અને શહેરભરના પોલીસ સ્ટેશનોમાં તેને મોકલી આપી આરોપીઓને ઝડપી લેવાની ગતિવિધિ તેજ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.