Western Times News

Gujarati News

શ્રાવણ માસ : શિવાલયોમાં ભક્તોનો ભારે ધસારો

(પ્રતિનિધિ) અમદાવાદ : શ્રાવણ મહિનો શરૂ થતાં જ શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે બમ્‌ બમ્‌ ભોલે તથા ઓમ નમઃ શિવાયના નાદોથી શિવાલય ગુંજી ઉઠયા છે. શિવજીના લિંગની પૂજા કરવાનું અનોખુ મહત્વ છે શિવજીને પંચામૃત, શેરડીનો રસ, દૂધ, બિલીપત્રથી પુજા કરવાથી મનોકામના સફળ થતી હોવાનુ કહેવાય છે બિલીપત્રના વૃક્ષની પુજા કરવાનું પણ ઘણુ મહત્વ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનો એટલે પવિત્ર માસ ઓમ નમઃ શિવાયના જાપ, શિવ બાવની, શિવ પુરાણ વાંચવાથી ચારધામની યાત્રાનું પુણ્ય મળે છે.

શહેરના કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કર્ણમુકતેશ્વર મહાદેવ, ચકુડીયા મહાદેવમાં દર્શનાર્થે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જાવા મળી રહ્યા આ માસમાં લોકો ઉપવાસ કે એકટાણુ કે ફરાર પણ કરતા હો યછે પ્રાચિન શિવાલય વિશ્વેશ્વર મહાદેવ જામનગરના કાશિવિશ્વનાથ તથા સોમનાથમાં ભક્તોનના ઘોડાપુર ઉમટી પડયા છે.

પ્રવિત શ્રાવણ મહિનાના બીજા દિવસે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં સવારથી જ મહાદેવના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓની ભારે ભીડ એકત્ર થયેલી જાવા મળી હતી આ ઉપરાંત અન્ય શિવાલયો પણ હરહર મહાદેવના નાંદથી ગુંજવા લાગ્યા હતા ભગવાન શિવજીને બિલીપત્ર ચડાવતા શ્રધ્ધાળુઓ પણ નજરે પડતા હતા આ ઉપરાંત શિવલીંગ પર દૂધનો અભિષેક પણ કરવામાં આવી રહયો છે તમામ ધાર્મિક સ્થાનો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શણગારવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.