Western Times News

Gujarati News

ફાર્મિંગ 3.0 – ભારતનાં ખેડૂતોનાં સમૃદ્ધ ભવિષ્ય માટે પાયો

પ્રતિકાત્મક તસવીર

ટેકનોલોજીએ આપણા જીવનની કાયાપલટ કરી છે. તેની દૂરગામી, પરિવર્તનકારક અસર થઈ છે, જેને આપણાં જીવન સાથે સંકળાયેલી વિવિધ પરંપરાગત રીતભાતને પડકાર ફેંક્યો છે અને કાયાપલટ કરી છે.

તમે વિચારો કે વિશ્વની સૌથી મોટી રાઇડ-હેઇલિંગ કંપની પોતાની માલિકીની એક પણ કાર ધરાવતી નથી. વિશ્વની સૌથી મોટી ‘હોટેલ ચેઇન’ પોતાની માલિકીની એક પણ હોટેલ ધરાવતી નથી. એક દિવસ ગૂગલ અને એપલ ઓટોનોમસ કારની ઉત્પાદક બનીને દુનિયાની સૌથી મોટી ઓટો ઉત્પાદક કંપનીઓની હરિફ બની શકે છે.  ટેકનોલોજી આવું જ પરિવર્તન કરવાની અને ટેકનોલોજી ભારતીય કૃષિની કાયાપલટ ક્ષમતા ધરાવી શકે છે.

ઉપર મેં એવી કંપનીઓનાં ઉદાહરણો ટાંક્યાં છે, જેનાં બિઝનેસ મોડલ ટેકનોલોજી પર નિર્ભર છે. કૃષિમાં ડિજિટલ ટેકનોલોજીનો બહુ ઉપયોગ થતો નથી. છતાં ટેકનોલોજીનો સ્વીકાર કરવાથી સંપૂર્ણપણે નવી ક્રાંતિ થઈ શકે છે તથા અભૂતપૂર્વ ઉત્પાદકતા અને સમૃદ્ધિનાં યુગમાં પ્રવેશ કરી શકાશે.

અત્યારે જે રીતે ખેતીવાડી થઈ રહી છે એને ધ્યાનમાં રાખીએ તો ભારતની 60 ટકાથી વધારે વસતિની આજીવિકાનો આધાર કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ છે. પણ દેશનાં 80 ટકાથી વધારે ખેડૂતો નાનાં અને સીમાંત છે. તેમનાં ખેતરોની સાઇઝ સરેરાશ બે હેક્ટરથી ઓછી છે.

ખેતરોનાં આ નાનાં નાનાં ટુકડાંઓને કારણે ખેડૂતો આધુનિક ઉત્પાદન કે પ્રોસેસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નથી કે બિયારણો અને ખાતરો જેવા ઇનપુટ સાથે વધારે ઉત્પાદકતા મેળવી શકતાં નથી. આ ઓછી ઉત્પાદકતા અને ઓછી આવકનું વિષચક્ર છે.  આ ઉપરાંત તેમાં પરિવહન અને સંગ્રહ વિતરણ માટે અપર્યાપ્ત માળખાની સમસ્યા વધારો કરે છે. આ તમામ પરિબળો સંપૂર્ણ કૃષિ ઉત્પાદકતા પર અસર કરે છે અને કૃષિ ઉત્પાદનનું મૂલ્ય ઘટાડે છે.

આ ચક્રને ટેકનોલોજીનો સ્વીકાર તોડી શકે છે, ભારતની કૃષિ સંભવિતતાને હાંસલ કરી શકાય છે અને દેશનાં ખેડૂતોની સમૃદ્ધિ વધારી શકાય છે. ઘણી રીતે આ કામગીરી થઈ છે. સ્માર્ટફોનની પહોંચ અને વપરાશ વધવાથી ખેડૂતો માટે નવી તકો ઊભી થઈ છે. મોબાઇલ ફોન હવે લગભગ સર્વસુલભ છે, જેથી ખેડૂતલક્ષી એપનો વિકાસ થયો છે, જે 24X7 ડિજિટલ એડવાઇઝરી પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ એપ્સ ખેડૂતોને આવશ્યક રિયલ-ટાઇમ માહિતી આપે છે, જેમ કે, હવામાન, ડેટા, આગાહી, મંડીમાં કિંમતો વગેરે તેમજ સાથે સાથે તેમને એકબીજા સાથે આદાનપ્રદાન કરવાની અને કૃષિમાં કુશળતાઓ વહેંચવાની, મજબૂત અને વિશ્વસનિય ઇકોસિસ્ટમ ઊભી કરવાની સુવિધાઓ પણ આપે છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને પર્યાપ્ત જાણકારી સાથે સજ્જ કરે છે, જે તેમને વધારે સારી કિંમતો મેળવવામાં મદદ કરે છે તેમજ તેમનાં ખેતરો અને ઉત્પાદનો પર વધારે અસરકારક રીતે નજર રાખવા માટે સક્ષમ બનાવે છે.

ટેકનોલોજી સંચાલિત અન્ય એક પહેલ ટ્રેક્ટર અને ખેતીવાડી માટે જરૂરી ઉપકરણ ભાડે મેળવવાની સેવા છે, જેને ખેડૂતોએ સારો પ્રતિસાદ આપ્યો છે. જ્યારે ખેડૂતને ટ્રેક્ટરની જરૂર પડે છે, ત્યારે તે આ સર્વિસ મારફતે ટ્રેક્ટર ભાડે લઈ શકે છે અને તેમને ટ્રેક્ટર ખરીદવા મોટી રકમનું રોકાણ કરવું પડતું નથી. આ રીતે તેમને મિકેનાઇઝેશન વધારવામાં મદદ મળશે, જેથી ઉત્પાદન અને સંપૂર્ણ આવક વધશે.

આ તો ટેકનોલોજીનાં ઉપયોગનાં ફક્ત બે ઉદાહરણ છે, જેનો ઉપયોગ ખેતીવાડીમાં ઉત્પાદકતા વધારવા માટે થાય છે. પણ આ તો શરૂઆત છે અને પાશેરામાં પહેલી પૂણી છે.

ઉદાહરણ તરીકે, એવી દુનિયાની કલ્પના કરો, જેમાં ખેતરો પર માહિતી એકત્ર કરવા ડ્રોન ઉડતાં હોય, ઉપગ્રહો વાવેતર હેઠળ ઉત્પાદકતાનો અંદાજ મેળવતા હોય, ‘સ્માર્ટ’ ફાર્મ ઉપકરણ હવામાન, જમીનની સ્થિત અને ચોક્કસ પાકને જરૂરી પાણીનો તાગ મેળવતા હોય.

જ્યારે સચોટ જાણકારીથી કાર્યદક્ષતા વધશે, ઉત્પાદકતા અને ઉત્પાદન વધશે, ત્યારે ખર્ચમાં લઘુતમ થશે. મોબાઇલ-આધારિત એપ્લિકેશન અમલદારીશાહી પરની નિર્ભરતા ઘટાડશે, વચેટિયાઓને ઘટાડશે તથા સપ્લાય ચેઇન ટૂંકી કરશે, નકામો ખર્ચ બચાવશે. ખેડૂતને તેમનાં ઉત્પાદનની વાજબી અને સંપૂર્ણ કિંમત મળશે, ત્યારે ઉપભોક્તાઓ માટે કિંમતમાં ઘટાડો થશે.

અમે આ ક્રાંતિકારી પરિવર્તનને ફાર્મિંગ 3.0 કહીએ છીએ, જે અત્યારે ચાલુ છે. આ રોમાંચક નવા તબક્કામાં ભારત સક્રિયતા સાથે નવીનતા ધરાવતી, ટેકનોલોજી સંચાલિત કૃષિ તરફ અગ્રેસર થઈ રહ્યો છે. સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર ખેડૂતો અને ગ્રાહકોને સીધી સેવા પ્રદાન કરીને કાર્યદક્ષતા વધારવા આ પરિવર્તનનો ઉપયોગ કરે છે. અમે ખેતીવાડીની પરંપરાગત રીત બદલવા સ્ટાર્ટ-અપ્સ અને નવા વિચારો ધરાવતાં ઘણાં યુવાન ઉદ્યોગસાહસિકોએ જોઈએ છીએ.

આ તબક્કો નવીનતા, ડિજિટલ પરિવર્તન અને કૃષિમાં સચોટતાનો છે, જે સેક્ટરને ‘પીપલ’ (લોકો), ‘પ્રોસેસ’ (પ્રક્રિયા) અને ‘ટેકનોલોજી’નાં પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે, જે અત્યારે સમસ્યારૂપ છે.

 

મારું દ્રઢપણે માનવું છે કે ધિરાણ, ઇનપુટ, સલાહકારી સેવાઓ કે માર્કેટ લિન્કેજની દ્રષ્ટિએ અનૌપચારિક કે અસંગઠિત કંપનીઓ પર ખેડૂતોની નિર્ભરતા ઘટાડવાનાં આશય સાથે શરૂ થયેલ ટેકનોલોજી પ્રેરિત સોલ્યુશનો ખેડૂતોની આવક બમણી કરવાનાં સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આઝાદી પછી ટૂંક સમયમાં શરૂ થયેલ અને સાંઇઠનાં દાયકાની મધ્ય સુધીનાં ફાર્મિંગ 1.0માં જમીનસુધારા થયા હતાં. બીજો તબક્કો કે ફાર્મિંગ 2.0 1960નાં દાયકામાં શરૂ થયો હતો, જેનો ઉદ્દેશ ભારતને સ્વનિર્ભર બનાવવા અને ‘ખાદ્ય સુરક્ષિત’ બનાવવાનો છે.

Ashok Sharma, MD and CEO, Mahindra Agri Solutions Ltd.

જેમ ફાર્મિગ 2.0એ આપણને મોટાં ટ્રેક્ટર, બીયરણની વધારે વિવિધતાઓ અને સિંચાઈની શ્રેષ્ઠ સુવિધા આપી હતી, તેમ આપણે આગામી હરણફાળ ખાદ્ય ઉત્પાદનમાં ભરવી પડશે, જેમાં કૃષિનું સ્થાયી સઘનીકરણ કરવું પડશે – એટલે ઓછા સંસાધનોનો ઉપયોગ કરીને, મોટા પાયે, વધારે કાર્યક્ષમતા સાથે વધારે ઉત્પાદકતા મેળવવી પડશે, જેનો અર્થ એ થયો કે કૃષિમાં સચોટ પ્રક્રિયાઓની જરૂર પડશે. આગળ જતાં ટેકનોલોજી આ ક્રાંતિ લાવવામાં મુખ્ય પ્રેરકબળની ભૂમિકા ભજવશે.

  • અશોક શર્મા  એમડી અને સીઇઓ, મહિન્દ્રા એગ્રિ સોલ્યુશન્સ લિમિટેડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.