Western Times News

Gujarati News

મારા પુત્રે 15 મિનિટમાં કોરોનાને હરાવી દીધો: ટ્રમ્પનો ચૂંટણી સભામાં દાવો

વોશિંગ્ટન, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા એક દાવાથી સનસની મચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, મારા પુત્ર બેરને માત્ર 15 મિનિટમાં કોરોના વાયરસને હરાવ્યો હતો.અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, બેરન કોરોના જેવા ખતરનાક વાયરસના સંક્રમણમાંથી 15 જ મિનિટમાં મુક્ત થઈ ગયો હતો.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, મારા પુત્રની રોગપ્રતિકારક શક્તિ ઘણી સારી છે.ડોક્ટરે બેરન કોરોના પોઝિટિવ હોવાની જાણકાકરી આપી હતી અને પંદર મિનિટ બાદ ફરી જ્યારે ડોક્ટરે બેરનનુ ચેક અપ કરીને પૂછપરછ કરી હતી.એ પછી ડોક્ટરે કહ્યુ હતુ કે, બેરન કોરોના મુક્ત થઈ ગયો છે.અમે પણ આ સાંભળીને હેરાન થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પોતે કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.જોકે ટ્રમ્પ હવે અમેરિકામાં સ્કૂલો ખોલવા માટે વિચારી રહ્યા છે પણ મોટાભાગના રાજ્યો આ મુદ્દે ટ્રમ્પના સમર્થનમાં નથી.ટ્રમ્પે રેલીમાં બેરનની રોગપ્રતિકારક ક્ષમતાની વાત એટલા માટે જ કરી હતી કે, લોકોને સંદેશો આપી શકાય કે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવામાં કોઈ તકલીફ નથી.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, મારા પુત્રને જો 15 મિનિટમાં વાયરસનુ સંક્રમણ દુર થતુ હોય તો આપણે સ્કૂલો ખોલવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.