Western Times News

Gujarati News

એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીને ત્યાં ITના દરોડા

નવી દિલ્હી, બુધવારે દેશમાં ઘણી જગ્યાઓ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા રેડ પાડવામાં આવી છે. ત્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ ઇન્કમ ટેક્સ વિભાગને મોટી સફળતા મળી છે. આઇટી વિભાગે એન્ટ્રી ઓપરેટર સંજય જૈન અને તેના સહયોગીઓ પાસેથી 62 કરોડ રુપિયા રોકડા જપ્ત કર્યા છે. નોટબંધી બાદથી અત્યાર સુધીમાં દિલ્હી એનસીએરમાં આ પ્રકારનો પહેલો મામલો છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હોય.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ગોવામાં 42 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં કરચોરીના આરોપને લઇને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોટા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અઠવાડિયાના શરુઆતમાં ઇન્કમ ટેક્સ દ્વારા રાજસ્થાનમાં ત્રણ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 12 કરોડ રુપિયા જપ્ત કરાયા હતા. તો શુક્રવારે પણ દિલ્હી, મુંબઇ, જયપુર અને કોટામાં કુલ 43 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. જ્યાંથી 1.5 કરોડ કિંમતના ઘરેણા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.