Western Times News

Gujarati News

કાશ્મીર ખીણમાં ૨૮ હજાર જવાન તૈનાત : હલચલ તીવ્ર

શ્રીનગર : જમ્મુકાશ્મીરમાં જારી રાજકીય હલચલ વચ્ચે ખીણમાં સુરક્ષા દળોની ૨૮૦થી વધુ કંપનીઓ અથવા તો ૨૮ હજાર જવાનોની એકાએક કરવામાં આવેલી તૈનાતીના કારણે ભારે તર્ક વિતર્કના દોર ચાલી રહ્યા છે. આ મામલે કોઇ બાબત સ્પષ્ટપણે સપાટી પર આવી રહી નથી. સુરક્ષા દળોને શ્રીનગર શહેરના અતિસંવેદનશીલ વિસ્તારમાં અને ખીણના અન્ય વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યા છે. જે જવાનોની ગોઠવણી કરવામાં આવી છે તે પૈકી મોટા ભાગે સીઆરપીએફના જવાનો છે. સુત્રોએ કહ્યુ છે કતે આ પ્રકારની એકાએક ૨૮૦થી વધારે જવાનોની તૈનાતીના કારણે ભારે ચર્ચા જાવા મળી રહી છે. શહેરમાં પ્રવેશ અને બહાર નિકળવાના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

તમામ રસ્તાઓ પર કેન્દ્રિય અર્ધલશ્કરી દળોના જવાનો ગોઠવાઇ ગયા છે. સ્થાનિક પોલીસની માત્ર પ્રતિકાત્મક હાજરી જાવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં વ્યાપક દહેશત જાવા મળી રહી છે. આ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટેની શરૂઆત કરી દીધી છે. કેટલાક ધર્મસ્થળો પરથી સુરક્ષા વ્યવસ્થા દુર કરી દેવામા ંઆવી છે. કારણ કે ગુપ્તચર સુચના મળી છે કે વિદેશી ત્રાસવાદીઓ ત્યાં તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ બનાવી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓની ગરમીની રજા ગુરૂવારના દિવસે જ શરૂ કરવામાં આવી ચુકી છે.


આગામી ૧૦ દિવસ સુધી રજા રહેનાર છે. અમરનાથ યાત્રા માટે ચલાવવામાં આવેલી રહેલા કેટલાક રસોડાને પણ બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુર૭ા સલાહકાર અજિત દોભાલના કાશ્મીરથી પરત ફરતાની સાથેજ ૧૦ હજાર સુરક્ષા જવાનોને કાશ્મીર મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યાંની બગડી રહેલી કાયદો અને વ્યવસ્થાની Âસ્થતીને સુધારી શકાય તે માટે આ તૈનાતી કરવામાં આવી રહી છે.

ત્રાસવાદી વિરોધી ઓપરેશનને વધારે તીવ્ર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા  ટિકા કરી રહ્યા છે. મહેબુબાએ ટ્‌વીટ કરીને કહ્યુ છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે ખીણમાં ભયની સ્થિતિ સર્જાઇ ગઇ છે. દેશના કેટલાક વિસ્તારોમાં રહેલા સુરક્ષા જવાનોને એરલિફ્ટ કરીને કાશ્મીર પહોંચાડી દેવામાં આવ્યા છે.

આ કામમાં વાયુસેનાના માલવાહક વિમાન લગાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે થોડાક દિવસ પહેલા જ કહ્યુ હતુ કે કાશ્મીરમાં સુરક્ષા દળોની ૧૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં ૧૦૦ જવાનો છે. ગૃહ મંત્રાલય દ્વારા ૨૫મી જુલાઇના દિવસે કેન્દ્રિય દળોની વધારાની ૧૦૦ કંપનીઓ તૈનાત કરવાના આદેશ જારી કર્યાહતા. કેન્દ્રિય દળોમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ, સરહદ સુરક્ષા દળ, સશસ્ત્ર સરહદી દળ અને ભારત -તિબ્બેટ સરહદ સુરક્ષા પોલીસ સામેલ છે. પોલીસ વધારે વાત કરવાની સ્થિતિ દેખાતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.