Western Times News

Gujarati News

રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો

મુંબઇ, ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોય પાસે સારી સારી ફિલ્મો આવી રહી છે. તે રાજકુમાર રાવ સાથે મેઇડ ઇન ચાઇનામાં નજરે પડનાર છે. આ ઉપરાતં રણબીર કપુરની સાથે તે ફિલ્મમાં છે. જે વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. તે એક ફિલ્મમાં આમીર ખાનની સાથે કામ કરી રહી છે. જે ગુલશનકુમાર પર આધારિત ફિલ્મ છે. મૌનીરોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં  તે એકમાત્ર વિલન તરીકે છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં ચાહકોને દેખાશે. તે ફિલ્મ અંગે વધારે વાત કરવાની સ્થિતિમાં નથી પરંતુ તે વિલન તરીકે છે. ફિલ્મનુ નિર્દેશન અયાન મુખરજી કરી રહ્યા છે. ટીવી પર પોતાના કો સ્ટાર રહેલા મોહિત રૈનાની સાથે પોતાના સંબંધના સંબંધમાં વાત કરતા મૌની કહે છે કે તે છેલ્લા ઘણા સમયથી સિંગલ છે.

મૌહિત સાથે તેની હવે મિત્રતા પણ નથી. તે ફિલ્મી કેરિયર પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. કોઇ સંબંધમાં હાલમાં પડવા માંગતી નથી. તેની પાસે જે ફિલ્મ છે તેમાં પોતાના રોલને ન્યાય આપવા માટે આશાવાદી બનેલી છે. મૌની કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં નાગિનનો સમાવેશ થાય છે. જેમાં સાંસ ભી કભી બહુ થી, દેવો કે દેવ મહાદેવનો સમાવેશ થાય છે. રણબીર સાથે ફિલ્મને લઇને મૌની આશાવાદી બનેલી છે. મૌનીના ચાહકો પણ સતત વધી રહ્યા છે. મૌની રોયે પોતાના બોલિવુડ કેરિયરની શરઆત ટોપ સ્ટાર અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ મારફતે કરી હતી. ઓ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.