Western Times News

Gujarati News

ભરૂચના ગોલ્ડન બ્રિજમાં ગાડી બગડતાં બંને છેડે ટ્રાફિકજામ : નોકરિયાતો અટવાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વર તરફ થી ભરૂચ આવી રહેલી એક ફોર વ્હીલર ગાડીમાં સવાર ને સમયે અચાનક ક્ષતિ સર્જાતા ગોલ્ડન બ્રિજ માં બંધ પડી જવાના કારણે તેને ધક્કો મારી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જેના પગલે ગોલ્ડન બ્રિજના બંને છેડે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા નોકરિયાતો અટવાયા હતા.

નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ મુલદ ટોલટેક્ષ થી બચવાની લ્હાય માં સુરત અને વડોદરા તરફ થી આવતા ફોર વ્હીલર વાહન ચાલકો ગોલ્ડન બ્રિજનો સતત ઉપયોગ કરી રહ્યા છે.જેના પગલે ગોલ્ડન બ્રિજ ખાતે ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યુ છે.ત્યારે આજરોજ સવારે અંકલેશ્વર તરફ થી સુરત પાર્સીંગ વાળી એક ફોર વ્હીલર ગાડી ગોલ્ડન બ્રિજ માંથી પસાર થઈ રહી હતી.તે વેળા ગાડી માં અચાનક ક્ષતિ સર્જાતા વચ્ચે બંધ પડી ગઈ હતી.

જેના કારણે ગાડીને ગોલ્ડન બ્રિજ ની બહાર કાઢવા માટે ધક્કો મારી ભરૂચ તરફના છેડે લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જેના પગલે ભરૂચ – અંકલેશ્વર ગોલ્ડન બ્રિજના બંને છેડે ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થતા ભરૂચ – અંકલેશ્વર અપડાઉન કરતા નોકરિયાતો અટવાયા હતા અને ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો.ત્યારે તહેવારો ટાણે જ ત્યારે ટ્રાફિકજામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.