Western Times News

Gujarati News

નરોડા ૧૦૮ સેન્ટરમાંથી બેટરીનો જથ્થો ચોરાયો

નરોડા સ્થિતિ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના મુખ્ય કાર્યાલયમાંથી ચોરીની ઘટનાથી પોલીસ અધિકારીએ સ્થળ પર પહોંચી શરૂ કરેલી તપાસ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સમગ્ર શહેર તથા રાજ્યમાં અકસ્માત સમયે ઈજરજન્સી સેવા પૂરી પાડતી ૧૦૮ની આ એમ્બ્યુલન્સમાંથી બેટરીની ચોરી થતાં ચકચાર ફેલાઈ છે. આટલી મોટી સંખ્યામાં બેટરીની ચોરી થતાં નરોડા ખાતે આવેલા જીયુકેના સેન્ટરમાં હડકંપ મચી જવા પામ્યો છે.

આ અંગેની ગિત એવી છે કે અમદાવાદ શહેરના નરોડા-કઠવાડા ખાતે ઈમરજન્સી સેવા ૧૦૮ની જીવીકે ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ આવેલી છે. જ્યાં મોટાભાગની એમ્બ્યુલન્સ મુકવામાં આવે છે. આ સ્થળે સિક્યુરીટી ગાર્ડ તથા ફલેટ ડીપાર્ટમેન્ટ પણ કાર્યરત છે. ૧૦૮ની કોલ સેન્ટર સેવા પણ અહીંયા જ કાર્યરત હોવાથી મોટાભાગે લોકોની અવરજવર રહે છે.


તેમ છતાં બે દિવસ અગાઉ ફલીટ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા માણસોએ બંધ પડેલી ૧૦૮ની ૪૧ એમ્બ્યુલન્સમાંથી બેટરીની ચોરી થયાની જાણ કરી હતી. જેને પગલે સમગ્ર તંત્રમાં દોડધમ મચી જવા પામી હતી. અને તાત્કાલિક તમામ સ્ટાફને બોલાવીને પૂછરછ કરવામાં આવી હતી. ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના બે દિવસ પહેલાં પ્રકાશમાં આવી હતી. જ્યારે બંધ પડેલી ગાડીઓની સમયાંત્તરે તપોસ કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ જીયુકે ના મકાનની પાછળના ભાગમાં રાખવામાં આવી હતી. જ્યાં સિક્યુરીટી કે અન્ય કોઈ સ્ટાફ પણ ફરજ પર હાજર નહોતો. સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લે એપ્રિલ મહિનામાં આવી તપાસ કરવામાં આવી ત્યારે સબ સલામત હતુ.

પરંતુ બે દિવસ અગાઉ ફરીને તપાસ કરતાં પ્રથમ એક બે એમ્બ્યુલન્સમાં બેટરીઓ ગાયબ જણાઈ હતી. જા કે વધુ તપાસ કરતાં ચોરાયેલી બેટરીઓની સંખ્યા ૪૧ સુધી પહોંચી ગઈ હતી. નિકોલ પોલીસને જાણ કરવામાં આવતા એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસનો આરંભ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં મકાનની પાછળના ભાગે મુકેલી બંધ એમ્બ્યુલન્સની સિક્યુરીટી માટે કોઈ ગાર્ડ પણ મુકવામાં આવ્યા નહોતા. ઉપરાંત એ જગ્યાએ કોઈ સીસીટીવી ની વ્યવસ્થા પણ ન હોવાનું બહાર આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.