Western Times News

Gujarati News

એસટી બસના ટાયર આધેડ પર ફરી વળતા કમકમાટી ભર્યું મોત

ધનસુરાના નજીક એસટી બસે મોપેડને ટક્કર મારતા કડૂચાલો વળ્યો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે ખાનગી વાહનચાલકોની માફક એસટી બસના ચાલકો બેફામ ગતિએ બસ હંકારી રહ્યા હોવાની બૂમો વચ્ચે ધનસુરા નજીક એસટી બસે મોપેડ ને અડફેટે લેતા મોપેડના ફુરચેફુરચા નીકળી ગયા હતા એસટી બસના ટાયર મોપેડ સવાર આધેડ પર ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્મતની ઘટનાના પગલે દોડી આવેલી ધનસુરા પોલીસે મૃતકની લાશને પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર,  ધનસુરાની સ્વામિનાયારણ સોસાયટીમાં રહેતા વસંત ભાઈ મોપેડ લઇ કામકાજ અર્થે ઘરેથી નીકળ્યા હતા બાયડ-ધનસુરા રોડ પર આવેલ હોટલ નજીક પસાર થતા હતા ત્યારે બાયડ થી અંબાજી તરફ જતી બસના ચાલકે બસ ગફલતભરી રીતે હંકારી મોપેડને ધડાકાભેર ટક્કર મારતા વસંતભાઈ રોડ પર પટકાયા હતા.

મોપેડ અને વસંતભાઈ પર ટાયર ફરી વળતા બંનેનો કડૂચાલો વળી ગયો હતો વસંતભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી એસટી બસની ટક્કરે આધેડનું મોત નિપજતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા અક્સમાતની ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી એસટી બસ ચાલક વિરુદ્ધ અક્સમાતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.