Western Times News

Gujarati News

સેલવાસ લાયન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૬૬મા મુક્તિ દિને વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ

(તસ્વીરઃ- અશોક જોષી, વલસાડ)
(પ્રતિનિધિ) વલસાડ, સેલવાસની લાયન્સ ઈગ્લીશ મીડિયમ શાળા પરિસરમાં દાદરાનગર હવેલીના ૬૬મા મુક્તિ દિવ્સની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ચેરમેન  ફતેહસિંહ ચૌહાણના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મુક્તિ દિવસ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિતના ગીતો સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. શાળાના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણે પ્રદેશના શહીદોને યાદ કરીને અને બાળકોને પણ દેશભક્તિ વિશે સમજાવીને મુક્તિ દિવસની શુભકામના પાઠવી હતી. આ અવસરે શાળાના સચિવ દેવદાસ શાહ, ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય પી. ધનશેખરન ઉપ આચાર્ય નિરાલી પારેખ, દેવકીબા મોહનસિહજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ એન્ડ કોલેજ ઓફ લોના આચાર્ય, પ્રોફેસરો, શિક્ષકો, અતિથિગણો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.