Western Times News

Gujarati News

નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠક મળી

(માહિતી) રાજપીપલા,  આજ રોજ ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભા ખંડ ખાતે ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૧૯-૨૦ ના આયોજન અંગે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૧૯-૨૦૨૦ ના વર્ષનું કુલ રૂપિયા ૨૩.૭૪ કરોડથી વધુની સુચિત જોગવાઇના કામોને બહાલી આપવામાં આવી ત્યારે મંત્રીશ્રી ખાબડે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૮-૨૦૧૯ ના વર્ષના બાકી કામો સત્વરે પૂર્ણ થાય તે માટે જે તે વિભાગ ધ્વારા સત્વરે ધટતી પ્રક્રિયા હાથ ધરવા અમલિકરણ અધિકારીશ્રીઓને સુચના આપી હતી. પીવાના પાણી માટે નવા બોર/મોટર અને હેન્ડપંપ જેવી કાર્યવાહી તાત્કાલીક હાથ ધરવાની પણ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી બચુભાઇ ખાબડે તાકીદ કરી હતી.

ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૧૯-૨૦ આયોજનનાં કામો/યોજનાઓ અંગે સદરવાર અમલીકરણ અધિકારીઓને ફાળવેલી ગ્રાન્ટની પુરે પુરી રકમ મળે અને સત્વરે કામગીરી પૂર્ણ કરવા સંસદસભ્યશ્રી, સર્વો ધારાસભ્યશ્રીઓ રજુઆત કરી હતી. આ બાબતે માન.મંત્રીએ પણ સહમતિ દર્શાવીને અમલીકરણ અધિકારીઓને આ યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પુર્ણ પણ સુચના આપી હતી.

આ બેઠકમાં ભરૂચ વિસ્તારના સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, નાંદોદ વિસ્તારના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, દેડીયાપાડા મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામાભાઇ વસાવા, ઇનચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી ડૅ.જીન્સી વિલિયમ, જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી.બારીયા, જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ વગેરેએ ચર્ચા વિચારણામાં ભાગ લઇ ગુજરાત પેટર્ન યોજના ૨૦૧૯-૨૦૨૦ ના વર્ષના કામોને બહાલી આપી હતી.

ગુજરાત પેર્ટન યોજના અંતર્ગત વર્ષ-૨૦૧૯-૨૦૨૦ ના વર્ષમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂ. ૫૯૩.૬૩ લાખની રકમની મર્યાદામાં કુલ ૩૯૫ કામો અને ૧૭૪૧ લાભાર્થીઓ, તિલકવાડા તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂ. ૨૬૧.૨૦ લાખની રકમની મર્યાદામાં ૧૬૩ કામો અને ૮૭૯ લાભાર્થીઓ, ગરૂડેશ્વર તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂ.૩૭૯.૯૨ લાખની રકમની જોગવાઇમાં કુલ ૧૯૨ કામો અને ૧૩૧૪ લાભાર્થીઓ, દેડીયાપાડા તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂ.૬૮૮.૬૧ લાખની રકમની મર્યાદામાં કુલ ૪૭૮ કામો અને ૧૯૨૧ લાભાર્થી અને સાગબારા તાલુકાની નાંણાકિય જોગવાઇ રૂ. ૪૫૧.૧૬ લાખની રકમની મર્યાદામાં કુલ ૨૫૪ જેટલા કામો અને ૧૨૯૩ લાભાર્થીઓ મળી નર્મદા જિલ્લાની કુલ રૂ.૨૩૭૪.૫૧ લાખની નાંણાકિય જોગવાઇની મર્યાદામાં કુલ ૧૪૮૨ જેટલા કામોનું આયોજન કરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ ધ્વારા બહાલી આપવામાં આવી છે.

મીટીંગની શરૂઆતમાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી.બારીયાએ શાબ્દિક સ્વાગત અને અંતમાં આભાર દર્શન સાથે ગુજરાત પેટર્ન યોજના ૨૦૧૯-૨૦૨૦ ના વર્ષની આયોજનમાં જિલ્લાના પાંચેય તાલુકા પ્રમાણેના કામો અને તેના ખર્ચની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી બહાલી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.