Western Times News

Gujarati News

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગૂજરાત યુનિવર્સિટી ખાતે વ્રુક્ષારોપણ કરાયું

– સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ટ્રસ્ટ છે. વિશ્વભરમાં આજે ગરમી વધી રહી છે . પ્રક્રુતીના દોહન સાથે તેનું જતન અને સંવર્ધન નહીં થાય તો તેના માઠા પરિણામો માત્ર માનવજાતે જ નહીં સૌ કોઇ એ ભોગવવા પડશે .ત્યારે આ સમસ્યાનો રામબાણ ઇલાજ એટલે વ્રુક્ષો નું જતન .ત્યારે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગૂજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને જનસંચાર વિભાગ દ્વારા પણ વ્રુક્ષોનું જતન કરવા વ્રુક્ષારોપણ નું આયોજન કર્યુ .

વી ઓ – પાટણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પત્રકારત્વ ના વિધ્યાર્થીઓ દ્વારા તરુ યાત્રા કાઢી વ્રુક્ષારોપણ નો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો વિભાગના સંયોજક આનંદ પટેલ , ટીચીંગ આસિસ્ટન્ટ ભરત ચૌધરી દ્વારા વિધ્યાર્થીઓને વ્રુક્ષો ના મહત્વ વિશે સમજાવ્યું અને ‘ વ્રુક્ષમાં વાસુદેવ ‘ ધરું માં ધરણીધર ‘ , ‘ છોડ માં રણછોડ ‘ છે ના નાદ સાથે આ ધરું યાત્રા યુનિવર્સિટી કેમ્પસ માં ફરી હતી .

આ વ્રુક્ષારોપણ કાર્યક્રમ ને રક્ષાબંધન ઉત્સવ ની થીમ અપાઇ અને જેમ ભાઇ ની રક્ષા કાજે બહેન તેને રક્ષાસૂત્ર ( રાખડી ) બાંધી શુભ ચિંતન કરે છે તેમ આજે પ્રત્યેક વિધ્યાર્થીએ પણ દરેક છોડ ને રક્ષા સૂત્ર બાંધી તેના જતન ની જવાબદારી લીધી હતી. આજે આ કાર્યક્રમ માં વડ ,પીમ્પલો, લીમડો , તુલસી , દાડમ , આસોપાલવ સહિત 50 વ્રુક્ષો નું જતન કરવાના સંકલ્પ લેવાયા. આમ પત્રકારત્વની સાથે સાથે સામાજિક જવાબદારીના પાઠ પણ પત્રકારત્વના વિધ્યાર્થીઓ વાસ્તવિક રીતે જ શીખી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.