Western Times News

Gujarati News

ખુલ્લી જગ્યામાં તંબુ તાણી રહેતા ચોર ને ઝડપવા પોલીસે ૫ કિલોમીટર દોડી

અરવલ્લી પેરોલ ફર્લો ટીમે માલપુર પો.સ્ટે ચોરી કરનાર ચોરને ઝડપ્યો   
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી પેરોલ ફર્લો ટીમે જીલ્લાની આંતરરાજ્ય સરહદ પર સતત વોચ ગોઠવી ડુંગરો ખોદી નાસતા ફરતા આરોપીઓને દબોચી રહી છે રાજસ્થાનના ડુંગરપુરના સુરાતા પગારા ગામના અને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં ડેરા તંબુ તાણી દિવસે સાવરણી વેચવાનો સાથે ચોરી કરવાને રવાડે ચઢેલ ધૂળિયો ઉર્ફે રાકેશ શંકરભાઈ વાદીએ થોડા સમય અગાઉ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હામાં સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અરવલ્લી પેરોલ ફર્લો ટીમે તેના વતનમાં પહાડી જંગલ વિસ્તારમાં વોચ ગોઠવતા આરોપી અરવલ્લી અને મહીસાગર જીલ્લામાં ડેરા તંબુ તાણી રહેતો હોવાની બાતમી મળતા આખરે મેઘરજના બેલ્યો ગામે ખેતર નજીક ખુલ્લી જગ્યામાં તંબુ તાણી રહેતો હોવાની જાણ ૫ કિમિ ચોર પાછળ દોટ લગાવી દબોચી લીધો હતો

અરવલ્લી પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ કે એસ સીસોદીયા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાના આરોપી બેલ્યો ગામે ડેરા તંબુ તાણી રહેતા હોવાની બાતમી મળતા રેડ કરતા ધૂળીયો ઉર્ફે રાકેશ વાદીએ પોલીસ પકડ થી બચવા ખેતરો અને ઝાડી ઝાંખરા અને તળાવ સહીત જંગલમાં દોટ લગાવતા પોલીસે તેનો પીછો કરતા પોલીસ અને ચોર વચ્ચે ચોર પોલીસ જેવી રમત રમાઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો હતો પોલીસને દોડતી જોઈ લોકોમાં અચરજ ફેલાયું હતું આખરે ૫ કિલોમીટર સુધી દોડી ધૂળિયાને ડચકા ગામની સીમમાંથી રોડ પરથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

પીએસઆઈ કે એસ સીસોદીયાના જણાવ્યા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ધૂળિયા વાદી પાસે મોબાઈલ ન હોવાથી અને ગ્રામ્ય વિસ્તારોમાં ડેરા તંબુ તાણી રહેતો હોવાથી ભારે મહેનત પછી તેનું ઠેકાણું હાથ લાગ્યું હતું તેના ઠેકાણે રેડ કરતા પોલીસને જોઈ ધૂળીયો નાસી જતા  ૫ કિલોમીટર સુધી દોડી તેને કોર્ડન કરી ઝડપી પાડવામાં સફળતા મળી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.