Western Times News

Gujarati News

૨૩ લાખના કિંમતી પાઉડરની ચોરી, પોલીસ દોડતી થઇ

વડોદરા: પાદરાની આઈપીસીએ લેબોરેટરી લિમિટેડ કમ્પનીમાં ૨૩ લાખના મોંઘા ડાટ સિલોડીન પાઉડરની ચોરી થતા ચકચાર. કમ્પનીમાં સઘન સિક્યોરિટી હોવા છતાં ફિલ્મી ઢબે ચોરો ચોરી કરી પલાયન થયા. પાદરા પોલીસે એફ એસ એલ ડોગ સ્ક્વોડ સહિતની ટિમોએ ધામાં નાખ્યા. ત્રણ લેયરના દરવાજા સાથે બારીની નેટ તોડી તસ્કરો કંપનીના મુખ્ય ગોડાઉનમાં ઘુસ્યા જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠ્‌યા હતા.

વડોદરા જીલ્લાના પાદરા તાલુકાની જાણીતી આઈપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ કંપનીમાંથી ૨૩ લાખ ઉપરાંતની કિંમતના સિલોડીન પાઉડરની ચોરી થતા પાદરા પોલીસે તપાસ આરંભી છે. લગભગ અઢી લાખ રૂપિયે કિલોની કિંમતના ફાર્માસ્યુટિકલ મટીરીયલના મોટા જથ્થાની ચોરી થતા પાદરા પોલીસ દોડતી થઈ છે. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ આરંભી છે.

પાદરાની જાણીતી આઈપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીના ગોડાઉનમાંથી સિલોડીન પાઉડર ના મોટા જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ કંપની સત્તાધીશોએ પાદરા પોલીસને આપી હતી. અઢી લાખ રૂપિયે કિલોના બજાર કિંમતના લગભગ ૨૩ લાખની કિંમતના મટીરીયલની ચોરીનો કિસ્સો સામે આવતા પાદરા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે.

કંપનીમાં કામ કરતા કર્મચારીઓની પણ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. જ્યારે એફએસએલ દ્વારા સેમ્પલ કલેક્ટ કરી ફાર્માસ્યુટિકલના રો મટીરીયલની ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ પાદરા પોલીસ જે પ્રકારે તપાસ કરી રહી છે, તેમાં લાગી રહ્યું છે કે કમ્પનીમાં કામ કરતો કોઈ જનભેળું ચોર હોઈ તેમ લાગી રહ્યું છે. જો કે કંપનીમાં વેર હાઉસની બારી ઉપર લગાવરલ નેટ અને જાડી કાપીને વેર હાઉસમાં રહેલા ચાવીના જઠ સાથે ફિનિશ ગુડ સ્ટોરમાં લગાવેલ લેયર પાર કરી ચોરો ચોરી કરવામાં સફળ થઇ ક્યાંક કમ્પનીના સિક્યોરિટી પણ શંકાના ઘેરામાં છે. જ્યારે પાદરા પોલીસ અને ટિમોએ કમ્પનીના કામદારો સહિત સ્ટાફની સઘન પૂછપરછ કરી છે. જેમાં ક્યાંકને ક્યાંક જાણ ભેદુ ચોર હોઈ તેમ પોલીસ જણાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.