Western Times News

Gujarati News

શહેરમાં પાણીના ૬૨૪૯ ભૂતિયા જોડાણ જાહેર થયા

Files Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજયનો કોઈપણ નાગરીક પાણીથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે “નલ સે જલ” યોજના જાહેર કરી છે. સદ્‌?ર યોજના અંતર્ગત પાણીના ગેરકાયદે જાેડાણોને કાયદેસર કરી આપવામાં આવે છે તેમજ ડ્રેનેજ જોડાણ પણ આપવામાં આવી રહ્યા છે. ચોકવ બાબત એ છે કે ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જમીન પર થયેલા બાંધકામોમાં પણ પાણીના જાેડાણ આપવાની નીતિ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. નિષ્ણાતો આ યોજના ને ગુડા એકટ અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવાની યોજના સાથે સરખાવી રહ્યા છે જો કે, ગુડા એકટમાં સરકારી જમીન પર થયેલા બાંધકામ ને કાયદેસર કરવામાં આવ્યા નહતા. નલ સે જલ યોજનાના કારણે ઈજનેર વિભાગનો ભ્રષ્ટાચાર પણ જાહેર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહયા છે.

રાજય સરકારની જાહેરાત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ “નલ સે જલ”યોજનાનો અમલ શરૂ કર્યો છે
શહેરના જે વિસ્તારોમાં પાણીના નેટવર્ક નથી અથવા ટેન્કર રાજ ચાલી રહયા છે તે વિસ્તારોમાં પણ કોમન જાેડાણ આપવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “નલ સે જલ” યોજના અંતર્ગત કુલ ૧૫૮૪૦ નવા જાેડાણ આપ્યા છે અથવા નિયમિત કરવામાં આવ્યા છે. મ્યુનિ. ઠરાવ મુજબ રૂા.પ૦૦ ભરાવી ૬૨૪૯ ભૂતિયા કનેક્શન ને કાયદેસર કરવામાં આવ્યા છે. તથા રૂા.પ૦૦ ભરાવ્યા વિના તમામ પુરાવા સાથે ના ૮૮૩૧ જાેડાણ આપવામાં આવ્યા છે.

જયારે બાંહેધરી લઈને ૭૬૦ નવા જોડાણ મંજુર કરવામાં આવ્યા છે. શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ૩૪૮૧, મધ્યઝોનમાં ૧૦૩,પૂર્વ ઝોનમાં ૫૨૪૭,પશ્ચિમઝોનમાં ૧૦૮૧, ઉતરઝોનમાં ૨૯૨૧, દક્ષિણ પશ્ચિમઝોનમાં ૧૭૮૬ તેમજ દક્ષિણઝોનમાં ૧૨૨૧૧ જોડાણ મંજુર કરવામાં આવ્યા છે. તેમજ તેટલાજ યુનિટના ડ્રેનેજ જોડાણ નિયમિત થયા છે.

નલ સે જલ યોજનાનો સૌથી વધુ લાભ પૂર્વઝોઝોન ને મળ્યો છે. પૂર્વઝોનના ૫૨૪૧ પરિવારને કાયદેસર જાેડાણ આપવામાં આવ્યા છે. શહેરમાં જે રીતે ગેરકાયદે જોડાણ નિયમિત થઈ રહ્યા છે તેના કારણે ઈજનેર વિભાગમાં ચાલતી લાલિયાવડી પણ જાહેર થઈ છે. ઈજનેર કર્મચારીઓની રહેમનજરે જ પાણી અને ડ્રેનેજ ના અનઅધિકૃત જોડાણ થઈ રહ્યા છે તેવા આક્ષેપો પણ થયા છે.મ્યુનિ. સૂત્રોએ જણાવ્યા મુજબ નવા જાેડાણ આપ્યા બાદ પણ શહેરમાં પાણીની તંગી થાય તેવી કોઈ શક્યતા નથી. તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં વો.ડી સ્ટેશન અને નેટવર્ક છે. મ્યુનિ. કોર્પોરેશન વસ્તીના આાધારે વો.ડી. સ્ટેશન અને નેટવર્ક તૈયાર કરે છે

તેમાં કાયદેસર કે ગેરકાયદેસર જાેડાણની ગણત્રી થતી નથી. યોજનાના કારણે પાણીનું સિવિલ વોર બંધ થશે પરંતુ ડ્રેનેજ જોડાણના કારણે પાણી બેક મારવાની સમસ્યા વકરી શકે છે.જે તે સમયે વસ્તીને ધ્યાનમાં લઈને ડ્રેનેજ નેટવર્ક અને પંપિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થયેલ નવા બાંધકામોના કારણે ડ્રેનેજ સમસ્યા વકરી રહી છે. જયારે નવા જોડાણ આપવાના કારણે સમસ્યા ગંભીર બની શકે છે.તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.