Western Times News

Gujarati News

કાર્તિકી પૂર્ણિમા દરમિયાન મંદિર નહીં ખુલે, ૨૭ થી ૩૦ નવેમ્બર સુધી બંધ રહેશે 

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: વિશ્વભરમાં વ્યાપેલ કોરોના વાયરસના મહાસંક્રમણને લઈ તમામ તહેવારો, પર્વોની ઉજવણી ફીક્કી બની રહી છે. કોરોના સંક્રમણ અટકાવવા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ ધરાવતા કાર્તીકી પૂનમનો મેળાનું આયોજન રદ કર્યા બાદ મંદિરના ટ્રસ્ટીઓએ કાર્તિકી પૂનમે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ જીલ્લા કલેકટરે શામળાજી મંદિર નજીકથી પસાર થતી

મેશ્વો નદીના કિનારે આવેલ પવીત્ર નાગધરામાં કાર્તિકી પૂનમે લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ સાથે સ્નાન કરવા આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ અટકાવવા નાગધરામાં પ્રવેશ અને સ્નાન પર પ્રતિબંધ અને ૫ કિમી વિસ્તારમાં મેશ્વો નદીમાં કે ધાર્મિક વિધી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ મોડે મોડે શામળાજી મંદિર ટ્રસ્ટે કાર્તિકી પૂનમે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને ૨૭ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી ભક્તો માટે ભગવાન કાળીયા ઠાકોરના દર્શન બંધ કરવાનો નિર્ણય લીધો હતો

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાર્તિકી પૂનમે લાખ્ખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો હોવાથી આખરે મંદિર ટ્રસ્ટીઓને ૪ દિવસ મંદિર બંધ રાખવાની જાહેરાત કરી હતી ભક્તોએ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિર્ણયને આવકાર્યો હતો

શામળાજી મંદિરના મહંતશ્રી અને ટ્રસ્ટીઓએ કોરોનાનું સંક્રમણમાં વધારો ન થાય અને ભક્તોમાં કોરોના સંક્રમણ ફેલાય નહિ તે માટે દર્શનાર્થીઓ માટે મંદિરનુ દ્વાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને ભક્તોને ઘરે રહેવા માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.