Western Times News

Gujarati News

મંદીના ઓછાયા વચ્ચે નવેમ્બરમાં GST કલેક્શન 1 લાખ કરોડને પાર

નવી દિલ્હી, કોરોના કાળમાં લાગુ થયેલા લોકડાઉન બાદ દેશની ઈકોનોમી મંદીમાં ઘેરાઈ છે ત્યારે સરકાર માટે જીએસટી કલેક્શનના આંકડા મોટી રાહત લઈને આવ્યા છે.

લોકડાઉનના કારણે સરકારની જીએસટીમાં પણ ઘટાડો થઈ ગયો હતો.જોકે એ પછી અનલોક ગાઈડલાઈનો લાગુ થયા બાદ વેપાર ધંધા શરુ થવાના કારણે જીએસટી કલેક્શન પણ વધી રહ્ય છે.તેમાં પણ નવેમ્બર મહિનામાં સરકારનુ જીએસટી કલેક્શન એક લાખ કરોડ રુપિયાને પાર થઈ ગયુ છે.સરકારને ગયા મહિને જીએસટી સ્વરુપે 1.04 લાખ કરોડની આવક થઈ છે.જેમાં સેન્ટ્રલ જીએસટી 19189 કરોડ઼, સ્ટેટ જીએસટી 25540 કરોડ રુપિયા, 51992 કરોડ રુપિયા આઈજીએસટીના છે.સરકારને સેસ સ્વરુપે 8242 કરોડ રુપિયા પણ મળ્યા છે.

સૌથી મહત્વની વાત એ છે કે, નવેમ્બર 2019માં સરકારનુ જે જીએસટી કલેક્શન હતુ તેના કરતા આ વર્ષનુ નવેમ્બરનુ જીએસટી કલેક્શન 1.4 ટકા જેટલુ વધઆરે રહ્યુ છે.જોકે આ માટે કદાચ દિવાળીના તહેવારોમાં થયેલી ખરીદી પણ જવાબદાર હોઈ શકે છે. રાજ્યોની વાત કરવામાં આવે તો સૌથી વધારે 15000 કરોડનુ જીએસટી કલેક્શન મહારાષ્ટ્રનુ અને બીજા નંબરે 7566 કરોડ રુપિયાનુ જીએસટી કલેક્શન ગુજરાતનુ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.