Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્વારા ઓનલાઈન સત્સંગ સભા યોજાઈ

કુમકુમ મંદિર દ્રારા “ માસ્ક પહેરો – સુરક્ષિત રહો ”એ વિષય ઉપર પ્રવચન યોજાયું.

માસ્ક પહેવાથી આપણી જીંદગી સુરક્ષિત રહે છે. – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ર – ૧ર – ૨૦ર૦ ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા ઓનલાઈન સત્સંગ સભા રાત્રે ૯ – ૦૦ થી ૧૦ – ૦૦ સુધી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ માસ્ક પહેરો – સુરક્ષિત રહો – એ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. અંતમાં સદ્ગુરુ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે દરેક માણસને મૃત્યુનો ભય રહેલો હોય છે,પરંતુ મૃત્યુ ના આવે તે માટે જેવી સાવધાની રાખવી જોઈએ, તેવી રાખતો નથી, તેના કારણે પછી ગંભીર બીમારીમાં ફસાય છે અને પસ્તાવાનો સમય આવે છે, તેથી પુર આવ્યા પહેલા જ પાળ બાંધવી તે હિતાવહ છે.હાલ,કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી છે,તો આ મહામારી થી બચવા માટે આપણે જયાં સુધી વેક્સિન આવી નથી,ત્યાં સુધી માસ્ક અવશ્ય પહેરવું જ જોઈએ.માસ્ક પહેવાથી આપણી જીંદગી સુરક્ષિત રહે છે.

જેમ આપણે વાહનનોના અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરીએ છીએ, તેમ આપણે હાલ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અવશ્ય પહેરવું જોઈએ.હેલ્મેટ પહેરવું ગમતું નથી, પણ જે હેલ્મેટ પહેરે છે,તેને જયારે અકસ્માત થાય છે ત્યારે તેની જીંદગી બચી જાય છે,એ ન્યાયે આજે ઘણા માણસોને માસ્ક પહેરવું ગમતું નથી, પરંતુ હાલ કોરોના વાયરસથી આપણી જીંદગી બચાવવી છે, તો માસ્ક અવશ્ય પહેરવું જ જોઈએ., તો આપણે પણ જાગીએ અને બીજાને પણ જગાડીએ,દિપ સે દિપ જલે એ ન્યાયે આપણે પણ માસ્ક પહેરીએ અને પોતાના પરિવારના સભ્યો અને, મિત્રોને પણ માસ્ક પહેરીને સુરક્ષિત રહેવા માટે સમજાવીએ, આ પણ એક સેવા છે, તો આપણે આ સેવામાં સો કોઈ જોડાઈએ અને અન્યને પણ જોડીએ.તેવી આપ સહુને હું નમ વિનતી કરું છું….

આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે આપણું સ્વાસ્થય સાચવવા માટે માસ્ક પહેરવું જોઈએ અને સાવધાની રાખવી જોઈએ, આપણે પુરુષ પ્રયત્ન આટલો તો અવશ્ય કરવો જ જોઈએ, આપણે પુરુષ પ્રયત્ન કરીશું, તો ભગવાનની આપણા ઉપર કૃપાદ્રષ્ટિ
થશે તો આપણે આ કોરોના વાયરસની ઉપાધિમાંથી ઉગરી જઈશું,આપણે નિત્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે, સર્વ જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખો અને સર્વને કોરોના વાયરસની ઉપાધિમાંથી ઉગારો….

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.