Western Times News

Gujarati News

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સની લાશ મળી

Files Photo

વડોદરા: વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. તેઓને હાલ ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હૉસ્પિટલ જઇ રહ્યાં હતા.

તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-૨ સોસાયટીનાં દરવાજા પાસેથી ૮.૩૦ કલાકે નર્સની લાશ મળી હતી. આ મહિલાનો અકસ્માત થયો કે હત્યા થઇ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પા પટેલ આજવારોડ, કમલાનગર પાસે રહેતા હતા.

થોડા દિવસથી તેમને ગોત્રી કોવિડ હૉસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. શિલ્પાની શુક્રવારે નાઇટ શિફ્ટ હોવાથી તે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા માટે નીકળી હતી. જે બાદ ૮.૩૦ વાગ્યાની આસપાસ કોઇએ પોલીસને જાણ કરી હતી કે, વૈકુંઠ-૨ સોસાયટીના પાછળના દરવાજા પાસે એક મહિલાની લાશ પડી છે. પોલીસે આવીને તપાસ કરતા જાણ થઇ કે, આ લાશ નર્સ શિલ્પા પટેલની છે. જે બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયુ હોવાનુ જણાઇ આવ્યુ નથી.

બીજી તરફ શિલ્પાના શરીર ઉપર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નથી પરંતુ તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ નિશાન છે એટલે આ બનાવ હત્યાનો હોવાનું જણાઇ રહ્યુ છે આ ઘટનાના પગલે કોરોનો સામે જંગ લડી રહેલા નર્સિંગ સ્ટાફમાં ફફડાટ ફેલાણો છે. પોલીસે લાશનો કબજાે લઇને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. લાશને હાલમાં કોલ્ડરૃમમાં રાખવામાં આવી છે અને કાલે તેનુ પોસ્ટમોર્ટમ થશે. શિલ્પાના પતિ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.