Western Times News

Gujarati News

ભારત-કેનેડાના સબંધો વણસ્યા, વિદેશ મંત્રી જયશંકરનો કેનેડા પ્રવાસ રદ

નવી દિલ્હી, ખેડૂત આંદોલન પર કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોએ કરેલા ચંચૂપાતના પગલે ભારત સરકાર લાલચોળ છે અ્ને હવે બંને દેશના સબંધોમાં તનાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે

ભારત સરકારે ગઈકાલે જ કેનેડાના હાઈ કમિશનરને બોલાવીને ચીમકી આપી હતી કે, અમારા મામલામાં દખલ કરવાનુ બંધ કરો નહીંતર બંને દેશના સબંધો પર અસર પડશે.હવે ભારતે તેના પર અમલ પણ કરવા માંડ્યો છે.કોરોના અંગે કેનેડા દ્વારા બોલાવાયેલી એક બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે હાજરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ભારતે કેનેડાને જાણકારી આપી દીધી છે કે, 7 ડિસેમ્બરે કેનેડાના્ ઓટાવામાં મળનારી આંતરરાષ્ટ્રિય સ્તરની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર હાજરી નહીં આપે.

કેનેડાની પીએમની ટિપ્પણી બાદ કેનેડામાં રહેતા પંજાબી સમુદાયના લોકો ભારત સરકાર સામે દેખાવો કરી રહ્યા છે અને ભારતે જે દહેશત વ્યક્ત કરી હતી તે સાચી પડી રહી છે.ભારત સામે કેનેડામાં વિરોધ પ્રદર્શનની તૈયારી ચાલી રહી છે અને સ્વાભાવિક છે કે, કેનેડા સરકાર પણ આવા દેખાવોનો સમર્થન આપી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.