Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૧૪ કેસ આવ્યા

प्रतिकात्मक

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ ૧૦૦૦ની નીચે જતા રહ્યા હતા. જાે કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા ૧૫૧૪ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૫૩૫ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૯૮,૫૨૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૩૫ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.

આજે રાજ્યમાં કુલ ૬૯,૬૬૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૧૦૭૧.૮૨ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૧,૭૨,૩૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૧,૦૬૪ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૪૦,૯૧૬ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૪૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૪,૭૪૨ એક્ટિવ કેસ છે.

વેન્ટિલેટર પર ૯૦ છે. જ્યારે ૧૪,૬૫૨ લોકો સ્ટેબલ છે. ૧,૯૮,૫૨૭ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૦૬૪ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૫ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૦૯, સુરત કોર્પોરેશન ૨, રાજકોટ -૨ અરવલ્લી અને રાજકોટ કોર્પોરેશનમાં ૧-૧ વ્યક્તિ સહિત કુલ ૧૫ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.