Western Times News

Gujarati News

હવે સ્માર્ટફોનથી થશે કોરોના ટેસ્ટ, 30 મિનિટમાં જ મળી જશે રિપોર્ટ

A man holds a smartphone showing a tracking and tracing app launched by the National Institute of Public Health to try to halt a return of the new coronavirus, on April 17, 2020 in Oslo. - Norway, one of the first European countries to begin lifting confinement measures, is launching a smartphone tracking and tracing app that has been developed to provide health authorities a better picture of the spread of COVID-19 and tell users if they have been in contact with the disease. (Photo by Heiko Junge / NTB Scanpix / AFP) / Norway OUT (Photo by HEIKO JUNGE/NTB Scanpix/AFP via Getty Images)

નવી દિલ્હી, ૨૦૨૦નું નોબેલ પારિતોષિક મેળવનારા મહિલા વિજ્ઞાની જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક સમયમાં સ્માર્ટફોનની મદદથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ૩૦ જ મિનિટમાં રીઝલ્ટ આવી જશે.

કેમેસ્ટ્રી માટે ૨૦૨૦નો નોબેલ મેળવનારા વિજ્ઞાની જેનિફર અને તેમની ટીમે એવી ટેકનિક વિકસાવી છે, જેનાથી મોબાઈલના આધારે જ કોરોનાનું રીઝલ્ટ મેળવી શકાશે. ડીએનએ અને આરએનએના સ્કેનિંગની પદ્ધતિથી આ જાણકારી મળશે. સંશોધકોના કહેવા પ્રમાણે સ્માર્ટફોનની ઈન્ટેલિજન્સ આર્ટિફિશ્યલની મદદથી કેમેરા સ્કેનિંગ થશે અને તેના આધારે માત્ર પોઝિટિવ નેગેટિવ જ નહીં, પરંતુ વાયરસનું કેન્દ્ર તીવ્રતા પણ જાણી શકાશે.

નવી પદ્ધતિ પ્રમાણે વાયરસ શરીરમાં છે કે નહીં તે જાણવા માટે સીધા આરએનએ પર આધાર રખાશે. સીઆરઆઈએસપીઆર એટલે કે ડીએનએના અમુક હિસ્સાન સ્કેન કરીને સ્માર્ટફોન એ જાણી લેશે કે શરીરમાં વાયરસની હાજરી છે કે નહીં.

અમેરિકાની ગ્લેન્ડસ્ટોન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ નોબેલ પ્રાઈઝ વિજેતા જેનિફર ડૌડનાના માર્ગદર્શનમાં આ ટેકનિક વિકસાવી છે. તેમણે કહ્યું હતું કે જ્યાં મર્યાદિત સંખ્યામાં જ ટેસ્ટ થઈ રહ્યા છે ત્યાં આ ટેકનિક ખૂબ જ કારગત નીવડશે. જોકે, આ ટેકનિક એપ બેઝ્ડ હશે કે બીજી કોઈ પદ્ધતિથી કામ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.