Western Times News

Gujarati News

રાજનાથે કહ્યું આવા પડોશી કોઈને ના મળે : પાક. રાજકીય સંબંધો ખતમ કરવાના નિર્ણયની સમીક્ષા કરે

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, આપણી સૌથી મોટી આશંકા આપણા પાડોશી દેશ પર છે.

સમસ્યા એવી છે કે, આપણે આપણા મિત્રો બદલી શકીએ પરંતુ પાડોશીને બદલી શકતા નથી.  આપણી બાજુમાં જે પાડોશી છે. તેવા પાડોશી પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોઈને ન મળે. મહત્વપૂર્ણ છે કે, ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ  370ને હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે.

જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ફરી એક વાર તેમના એર સ્પેસ પરપ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને બુધવાર રાતથી એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો છે. તેની અસર એ થશે કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) જતી ફ્લાઈટને 12 મિનિટનો સમય વધારે લાગશે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, એક પાકિસ્તાની કોરિડોરને બંધ કરવાની ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. તેનાથી 12 મિનિટનો સમય વધારે લાગશે. પરંતુ તેની વધારે અસર નહીં થાય. હાલ પાકિસ્તાની એરસ્પેસથી રોજની 50 ફ્લાઈટ સંચાલિત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.