Western Times News

Gujarati News

શહેરના ત્રણ પીઆઈની આંતરિક બદલી

અમદાવાદ, શહેરના ત્રણ પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સરદારનગર પીઆઇ એચ બી પટેલને સ્પેશ્યલ બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા છે તેમના સ્થાને વાસણા ના પીઆઇ એમએમ સોલંકીને મુકવામાં આવ્યા છે. જયારે સ્પેશિયલ બ્રાન્ચના પીઆઇ એમજી ડામોરને વાસણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. ત્રણેય પીઆઇને તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરદારનગરમાં રેડ કરીને પીસીબીએ બે દિવસ અગાઉ જ વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.