Western Times News

Gujarati News

બાયડ તાલુકાના રમોસ ખાતે નવીન  પંચાયત ઘરનુ લોકાર્પણ કરાયું

વિચરતી વિમુકિત્તિ જાતિના  લાભાર્થીઓને પ્લોટ ફાળવણીના હક પત્રકો આપવામાં આવ્યા

લોક ઉપયોગી કામ કરવુ એ રાજય સરકારની પ્રાથમિકતા છે  મંત્રીશ્રી રમણભાઇ પાટકર

અરવલ્લી જિલ્લાના  બાયડ તાલુકાના  રમોસ ખાતે  નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ અરવલ્લી જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ-વન રાજ્ય મંત્રીશ્રી રમણભાઇ પાટકરના હસ્તે કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે  વિકાસશીલ ગામમાં રૂા.  ૧૪.લાખના  ખર્ચે નવીન બનાવેલ  પંચાયત ઘરનું  બનતા ગામના વિકાસના કામને વેગ મળશે તો વી ગામમાં રહેતા  વિચરતી વિમુકિત્તિ જાતિના  લાભાર્થીઓને પ્લોટ ફાળવણીના કરવાથી તેમને ઘર બનાવા  માટે  જરૂરી આવાસ યોજના  સહાય મળતા  તેમને ઘરનુ ઘર મળી રહેશે

મંત્રીશ્રીએ રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી વિધવા પેન્શન, અવાસ વૃધ્ધા  પેન્શન અવાસ યોજના તથા  રોજગાર લક્ષી  યોજનાઓની  વિસ્તૃત જાણકારી આપી હતી, અને તેનો જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે ૧૮ જેટલા વિચરતી વિમુકિત્તિ જાતિના  લાભાર્થીઓને પ્લોટ ફાળવણીના હક પત્રકો  આપવામાં આવ્યા હતા   આ પ્રસંગે અરવલ્લી જિલ્લા  અગ્રણી શ્રી રાજેન્દ્રભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં અરવલ્લી જિલ્લો  વિકાસના કામમાં અગ્રેસર રહયો છે તેમાં જિલ્લા વાસીઓનો સાથ અને સહકાર રહયો છે જણાવ્યુ હતુ.

આ પ્રસંગે રમોસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ  કૈલાસબા ઝાલા, ગામના અગ્રણીશ્રી મણીભાઇ પટેલ, શ્રી મફતભાઇ પટેલ, જિલ્લા અયોજન અધિકારી શ્રી સુરેન્દ્રસિંહ ડાભી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી દાવેરા, તલાટી ક્રમ મંત્રીશ્રી,  જિલ્લા- તાલુકાસદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. દિલીપ પુરોહિત, બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.