Western Times News

Gujarati News

માણાવદરમાં રૂ. 20 કરોડના ખર્ચે 750 મીટર લાંબો રિવરફ્રન્ટ બનશે

માણાવદરમાં આઝાદી બાદ સૌથી મોટો પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. તેમાં રૂ. 20 કરોડના ખર્ચે 750 મીટર લાંબો રિવરફ્રન્ટ, એમ્ફીથિયેટર વોક વે અને નદીને ઉંડી કરાશે આ પ્રોજેક્ટ નું પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા એ ખાતમુહુર્ત કર્યું હતુ 

માણાવદર પોરબંદર રોડ ઉપર ખારો નદી ઉપર 750 મીટર લંબાઈ નો રિવરફ્રન્ટ રૂ. 20 કરોડના ખર્ચે દોઢ વર્ષમાં આકાર લેશે આ પ્રોજેક્ટ નું ખાતમુહુર્ત કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા એ જણાવ્યું હતુ કે આ વિસ્તાર ના વિકાસ ના મે ધણા સપના જોયા છે. તેમાં રિવરફ્રન્ટ પણ હતો અમદાવાદ પછી માણાવદરમાં રિવરફ્રન્ટ બનશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી પરંતુ આ હકીકત સામે આવી છે.

આ રિવરફ્રન્ટ ની સાથે વોક- વે એન્ટ્રી ગેઇટ, નદીને ઉંડી કરવી, નદી કાંઠે રહેતા લોકોને અન્ય સ્થળે મકાન મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસંગે જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહિલ, અગ્રણી હરસુખભાઇ ગરાળા એ વિકાસકામો પ્રત્યે રાજય સરકાર સાથે મંત્રીશ્રી ની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, જગદીશભાઇ મારૂ, કિરણભાઈ ચૌહાણ, ન.પા. પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપ પ્રમુખ પુજાબેન રાડા, નારણભાઈ સોલંકી, વરજાંગભાઇ ઝાલા, દિનેશભાઇ ટીલવા, ગોવિંદભાઇ સવસાણી, જીવાભાઈ મારડીયા, જીવાભાઈ કોડીયાતર,  સુનીલભાઈ જેઠવાણી ઉપસ્થિત રહયા હતા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ની વિગતો અજીત જોષી એ આપી હતી કાર્યક્રમ નું સંચાલન હરીભાઇ ભુતે કર્યું હતુ અને આભાર વિધી નિરજ જોષી એ કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.