Western Times News

Gujarati News

પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર અને ડિરેક્ટરની ધરપકડ થઈ

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિક્ટરી વર્લ્‌ડ નામની લિન્ક બનાવી પોન્ઝી સ્કીમ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધાર અને ડિરેક્ટરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી સ્કીમ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. આ પહેલા આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આ કેસમાં ક્રાઈમ બ્રાંચે ફરાર રહેલા મુખ્ય સૂત્રધાર રોહિતસિંગ પટેલ અને ડિરેક્ટર આશિષ પટેલની ધરપકડ કરી છે. આ પહેલા અખ્તરહુશેન ખાન, પૂજાસિંઘ અને સુનિલ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ શહેરમાં ગેઈમ્સ ફૉર વિકટરી પ્રા. લિ નામની કંપની ખોલી તેના ઓથા હેઠળ વિક્ટરી વર્લ્‌ડ નામના એપ્લિકેશન બનાવી ગેમ રમાડવાના બહાને રોકાણની સ્કીમ ચલાવી રહ્યા હતા.

જેમા રોકાણ કરતો તેનું ગરરોજ એક ટકા લેખે વળતર આપવાની લાલચ આપતા હતા. મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાંચને એક અરજદાર દ્વારા રજુઆત કરવામા આવી હતી કે વસ્ત્રાપુરના અભીશ્રી ટાવરમાં પોન્ઝી સ્કીમ ચાલી રહી છે. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે દરોડો કરી તપાસ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તપાસ કરતા સામે આવ્યુ કે આરોપી ત્રણ મહિનામા ૫૦ લાખ જેટલું રોકાણ કરાવ્યું હતું. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપીઓ ૨,૫૦૦ રૂપિયાથી લઈને અલગ અલગ રકમનું રોકાણ કરાવતા હતા. તેઓ ૨૦૦ દિવસ સુધી શનિવાર અને રવિવારને બાદ કરતા રોજનું વળતર આપતા હતા.

જાે કોઈ બીજા રોકાણકારો લાવે તો રોજનું ૧ ટકાને બદલે ૧.૫ ટકા વળતર આપતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક આરોપી એલએલબી થયેલો છે. એક ફરાર આરોપી સોફ્ટવેર એન્જિનિયર છે. આ તમામ લોકો ગુજરાતમાં ઊંડો પગપસારો કરી લે તે પહેલાં પકડાઈ ગયા છે. આ તમામ આરોપી અન્ય રાજ્યના રહેવાસી છે. પોલીસનું માનવું છે કે અમદાવાદ અને ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના લોકો પણ આ પોન્ઝી સ્કિમમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.