Western Times News

Gujarati News

સમૂહ લગ્ન ઉપર પોલીસ ત્રાટકી, ૧૭ જાન પાછી વળી

અમરેલી, અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વગર મંજૂરીએ ૧૮ જેટલા સમૂહ લગ્ન યોજાયા હતા, જ્યા પોલીસને જાણ થતા જ કાર્યવાહીની શરૂઆત કરી એ પહેલાં જ લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી અને તમામ જાનૈયા વરરાજા કન્યા સહિત લગ્ન સ્થળેથી પોતપોતાના ગામ ભણી રવાના થતાં તમામ લગ્ન બંધ રહ્યા હતા.

અમરેલી નજીક આવેલ ચાંદગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આયોજક એ કોરોના કાળમાં સમૂહ લગ્નની પરમિશન પણ નહોતી લીધી અને મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો માસ્ક વગરના હોય અમરેલી પોલીસે કાર્યવાહી કરવાની શરૂઆત કરે એ પહેલાં જ આ લગ્ન સ્થળેથી જાનૈયા વરરાજા અને કન્યાઓ સહિત ડરના માર્યા અને દંડ થવાની બીકે અફડાતફડી મચી ગઈ હતી. એને દોડધામ થઈ ગઈ અને પોતપોતાના ગામ તરફ રવાના થયા અને આ ૧૮ સમૂહ લગ્ન યોજાયેલા હતા. તે તમામ લગ્ન આ સ્થળેથી બંધ રહ્યા જે લીલા તોરણેથી જાન પાછી ફરી તેવું પણ કહી શકાય અને તમામ વરરાજાઓ કન્યાઓ પોતાને ગામ જય અને પોતાની રીતે નીકળી ગયા ત્યારે અનેક કોડભરી કન્યા અને વરરાજા ઓની મનની મનમાં રહી ગઈ હતી. પરંતુ સાવરકુંડલાની એક ગરીબ પરિવારની કન્યા કે જેને પિતાની છત્રછાયા પણ નથી અને અતિ પછાત વિસ્તારમાં રહેતી આ કોળી જ્ઞાતિની કન્યાના લગ્ન સાવરકુંડલાના એક સેવાભાવી યુવાને પોતાના અંગત કાર્યકરને ફોન કરી તમામ વ્યવસ્થાઓ કરવા ટેલિફોનિક સૂચના આપી હતી.

આ સમાચાર મળતા જ તેમના ઘરે જ મંડપ ગોર મહારાજ અને તમામ વ્યવસ્થાઓ તેના ઘરે ગોઠવાઈ ગઈ અને આ સેવાભાવી યુવાન સુરેશ પાનસુરીયા અને તેમના ધર્મપત્ની સુમનબેનએ આવી કન્યાદાન કરી વિધિવત રીતે આ કોડભરી છત્રછાયા વગરની દીકરીના લગ્ન પૂર્ણ કરાવવા મદદરૂપ અને આશીર્વાદ રૂપ બન્યા હતા.

જાેકે આ તબક્કે સુરેશ પાનસુરીયા એવું જણાવ્યું કે એક આયોજકની ભૂલથી અનેક વર-કન્યાને જાનૈયાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  કોરોના કાળની અંદર આટલો મોટો સમૂહ ભેગો કરવો અને એ અતિ જાેખમ હોય આયોજકોએ આ વાતને વિચારી નહીં અને અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.