Western Times News

Gujarati News

કેરળ, મહારાષ્ટ્ર , કર્ણાટક સહિત જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતિ

File Photo

નવી દિલ્હી : ભારે વરસાદના કારણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, ઓરિસ્સા અને ભારતના પૂર્વીય ભાગોમાં હાલત કફોડી બનેલી છે. આ તમામ રાજ્યોમાં ભારે પુરના કારણે સ્થિતિ ગંભીર બનેલી છે. ભારે વરસાદ અને પુરના કારણે હજુ સુધી આ રાજ્યોમાં ઓછામાં ઓછા ૬૫ લોકોના મોત થઇ ગયા છે. સાથે સાથે સેંકડો લોકો લાપતા જણાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૨૭ લોકોના મોત થયા છે જ્યારે કેરળમાં ૨૩ અને કર્ણાટકમાં નવ લોકોના મોત થયા છે. આ તમામ રાજ્યોમાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા પણ લાખોમાં પહોંચી ગઇ છે. મુંબઇથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પુણે અને સતારામાં ફસાયેલા ૨૦૫૫૯૧ લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે.

કોલ્બાપુરમાં ૯૭૧૦૨ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. સાંગલીમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે કોલ્બાપુરમાં પાંચના મોત થયા છે. તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત રાજ્યોમાં પુર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેરળમાં પુરની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. એકલા કેરળમાં જ ઓછામાં ઓછા ૨૩ લોકોના મોત થઇ ચુક્યા છે.

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. એર્નાકુલમમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કોઝિકોડમાં જળબંબાકારની સ્થિતિ જાવા મળી રહી છે. કોચિ એરપોર્ટને રવિવાર સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ પર રનવે એરિયામાં પાણી ભરાઇ ગયા છે.

કેરળમાં વર્ષ ૨૦૧૮માં પણ ભારે વરસાદ થયો હતો. વર્ષ ૨૦૧૮માં ૪૧૭ લોકોના મોત થયા હતા. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં મુખ્યપ્રધાન હવાઇ સર્વેક્ષણ કરીને માહિતી મેળવી રહ્યા છે. અહીં ૧૨ હજારથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલુ છે.

પરિવહન સેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠપ્પ થઇ ચુકી છે. કેરળમાં પુરની હાલત ખરાબ ગંભીર છે. કેરળમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.. ૩૧૫ રાહત કેમ્પોમાં ૨૨૦૦૦ લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજયન દ્વારા આર્મીની મદદ લેવામાં આવી રહી છે.

રાહત અને બચાવ કામગીરી માટે વધારાની એનડીઆરએફની ટીમ આપવાની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પોતે પણ પોતાના મતવિસ્તારમાં લોકોની મદદ માટે પહોંચી છે. વાયનાડમાં મેપપ્ડીમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે. જેથી ૨૦૦૦ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા છે. હવામાન વિભાગે ૧૪મી ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ૨૭ લોકોના મોત થઇ ચુક્યા છે. હાલત કફોડી છે. અહીં પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો લાગેલી છે. કર્ણાટકમાં વધુ નવ લોકોના મોત થયા છે. ૪૪૦૦૦ લોકો વિસ્થાપિત બની ચુક્યા છે. મધ્યપ્રદેશ, ગોવા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા આને આસામમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. કેરળમાં અતિ ભારે વરસાદ બાદ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

મુંબઇથી પ્રાપ્ત હેવાલ મુજબ પુણે ડિવિઝનના પાંચ જિલ્લાઓમાં હજુ સુધી ૨.૦૫ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજી બાજુ સાંગલીમાં બોટ ઉંધી વળી જતા નવ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૨૭ ઉપર પહોંચી ગયો છે. કોલ્હાપુર અને સાંગલીમાં બચાવ અને રાહત ટુકડીઓની સાથે સાથે એનડીઆરએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. જા જરૂર પડશે તો બચાવ ઓપરેશન માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે.

સાંગલી નૌકા દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આવી જ રીતે કેરળમાં પણ હાલત કફોડી બનેલી છે. પ્રોફેશનલ કોલેજા અને આંગણવાડી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે કેરળના અનેક વિસ્તારોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરીમાં વિવિધ ટુકડીઓ તૈનાત છે. પશ્ચિમી મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ પુરની સ્થિતિ વચ્ચે કર્ણાટક સરકાર દ્વારા અલમાટી બંધમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી બતાવી છે. આનાથી  કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં અસરગ્રસ્ત લોકોને મદદ થશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ દ્વારા આજે તેમના કર્ણાટકના તેમના સમકક્ષ યેદીયુરપ્પા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં કર્ણાટકમાં અલમાટી બંધથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવા સહમતિ થઇ હતી. કેરળમાં ભારે વરસાદના લીધે ઇડ્ડુકી જિલ્લામાં પુરની સ્થિતિ રહેલી છે. કર્ણાટકમાં પણ આવી જ હાલત બનેલી છે. ફડનવીસે કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પુરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા હવાઈ સર્વે કર્યું હતું. મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.

એનડીઆરએફની ઓછામાં ઓછી ૩૨ ટીમો ગોઠવવામાં આવી છે. એનડીઆરએફની ટીમો મુંબઇ, થાણે, પાલઘર, નાસિક, રાયગઢ, કોલ્હાપુર, સતારામાં પણ ગોઠવવામાં આવી છે. સાંગલીમાં પણ હાલત કફોડી બનેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયેલુ છે. Âસ્થતીમાં હાલમાં તરત સુધારાના કોઇ સંકેત દેખાતા નથી. કર્ણાટકમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.