Western Times News

Gujarati News

વાયરસનું મ્યુટેટ થવું એક જનરલ પ્રોસેસ છે : CSIRના ડાયરેક્ટર

Files Photo

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે. અનેક દેશોએ આ કારણે બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ્‌સ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં પણ માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના ૬ થી ૭ વેરિએન્ટ જાેવા મળી ચૂક્યા છે.

જાે કે વધુ મ્યુટેટ હોવાના કારણે આ વેરિએન્ટ થોડાક જ મહિનામાં ખતમ થઈ ગયા હતા. દિલ્હીના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદના ડાઈરેક્ટર શેખર માંડેએ જણાવ્યું કે વાયરસનું મ્યુટેટ થવું એક જનરલ પ્રોસેસ છે. ભારતમાં માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના ૬ થી ૭ નવા સ્ટ્રેન મળી ચૂક્યા છે. આ તમામ સ્ટ્રેન ઓરિજિન ભારત બહાર થયા હતા. માર્ચમાં ડી૬૧૪જી નામના કોરોનાના સુપર સ્પ્રેડર વેરિએન્ટે ભારતમાં દસ્તક આપી હતી.

પરંતુ આ વાયરસ એટલો વધુ મ્યુટેટ થયો કે ભારતમાં જૂન આવતા સુધીમાં આ વાયરસનો સ્ટ્રેન ખતમ થઈ ગયો અને બીજાે સ્ટ્રેન આવી ગયો હતો. માંડેએ બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોરોના રસી મળ્યા બાદ ભારતમાં આ સ્ટ્રેનની કોઈ અસર જાેવા મળશે નહીં. સીએસઆઈઆરની દિલ્હી અને હૈદરાબાદ સ્થિત લેબમાં નવા સ્ટ્રેનથી સસ્પેક્ટેડ કોરોના સંક્રમિત લોકોનું સતત સિક્વેસિંગ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી બ્રિટનમાં મળેલા સ્ટ્રેનનો એક પણ કેસ સામે આવ્યો નથી. નોંધનીય છે કે ભારતમાં જીનોમ સિક્વેસિંગના દર હાલ અન્ય દેશો કરતા ખુબ ઓછા છે. જીનોમ સિક્વેસિંગના ગ્લોબલ ડેટા બહાર પાડનારી વૈશ્વિક સંસ્થા જીઆઈએસએઆઈડીનું માનીએ તો ભારતમાં હાલ ટેસ્ટિંગનો દર માત્ર ૦.૦૪ % છે.

અત્યાર સુધી એક કરોડથી ઉપર કોરોના સંક્રમિત કેસોમાં માત્ર ૪ હજાર ૨૩૮ લોકોના જ સેમ્પલ્સનું જીનોમ સિક્વેસિંગ થયું છે. જ્યારે બ્રિટનમાં જીનોમ સિક્વેસિંગનો દર ૬ ટકા કરતા પણ વધુ છે. બ્રિટનમાં હાલ ૨૨ લાખથી વધુ કોરોના સંક્રમિત કેસોમાં ૧ લાખ ૩૫ હજારથી વધુ કોરોના સંક્રમિત લોકોનું જીનોમ સિક્વેસિંગ થયું છે.

ભારતમાં હાલ ૩ રસી ડીસીજીઆઈ પાસેથી મંજૂરી મળે તેની રાહ જુએ છે. પરંતુ આ નવા વેરિએન્ટ પર રસી અને દવાની અસર થશે કે નહીં તે અંગે લોકોને અનેક સવાલ છે. આ સવાલોનો જવાબ આપતા નોઈડાના અમર હોસ્પિટલના ડો.શક્તિ ગોયલનું કહેવું છે કે બ્રિટનમાં મળેલા નવા વેરિએન્ટમાં પ્રોટીન સ્પાઈકમાં ફેરફાર થયો છે. કોરોનાની કેટલીક રસીને બાદ કરીએ તો બાકીની તમામ રસી વાયરસના જીનોમ પર એટેક કરીને વાયરસને નબળો કરે છે અને સંક્રમણ રોકે છે. આ રસીએ ક્લિનિકલ ટ્રાયલમાં પણ સારા પરિણામ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.