Western Times News

Gujarati News

ગણતંત્ર દિવસ સમારોહમાં ૨૫ હજાર લોકો સામેલ થશે

નવીદિલ્હી, વર્ષ ૨૦૨૦માં કોરોનાનો ખતરો પુરી દુનિયા પર છવાયેલો રહ્યો અને હવે તેના ખતરાને કારણે જ ગણતંત્ર દિવસ સમારોહને લઇ અનેક વરિવર્તન કરવામાં આવ્યા છે.દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ રાજપથ પર મનાવવામાં આવનાર ગણતંત્ર દિવસની પરેડની લંબાઇ ઓછી કરી દેવામાં આવી છે તેમાં સામેલ થનાર લોકોની સંખ્યા પણ ઘટાડી દેવાાં આવી છે.
આ મામલામાં જાણકારી રાખનાર સુત્રે કહ્યું કે આ વર્ષ ગણતંત્ર દિવસ ઉપર ૨૫ હજારથી વધુ લોકો સામેલ થઇ શકશે નહીં સામાન્ય રીતે આ સંખ્યા ૧ લાખ હોય છે એટલું જ નહીં ૧૫ વર્ષથી ઓછી ઉમરના બાળકોને પણ પરેડ જાેવાની મંજુરી આપવામાં આવશે નહીં. અધિકારીઓએ કહ્યું કે સશસ્ત્ર દળો અને પેરા મિલિટરી તરફથી માર્ચ કરનારી ટુકડીઓ પણ નાની રહેશે આ ટુકડીઓમાં ફકત ૯૬ લોકો હાજર રહેસે.

જયાં પહેલા તેમાં ૧૪૪ લોકો રહેતા હતાં આ વખતે પરેડનો માર્ગ પણ નાનો કરવામાં આવ્યો છે જેના કારણે તે વિજય ચોથી શરૂ થઇ નેશનલ સ્ટેડિયમ પર જ ખતમ થઇ જશે જયારે પહેલા આ પરેડ લાલ કિલા પર ખતમ થઇ હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સંખ્યા પણ ઓછી હશે. આ વર્ષ સ્વતંત્ર દિવસ સમારોહ પર પણ કોરોની માર પડી હતી જેના કારણે આ સમારહમાં સ્કુલી છાત્રોને પણ સામેલ કરવાાં આવશે નહીં અને વીઆઇપી મહેમાનોની સંખ્યા પણ ઓછી કરવામાં આવશે
આ ઉપરાંત કોરોના વાયરસના કેસનો ધ્યાનમાં રાખી સમારોહમાં વધુ સતર્કતા દાખવવામાં આવશે જેથી વાયરસ ફેલાઇ શકે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.