Western Times News

Gujarati News

ઉતરપ્રદેશના ગેટ પર ચોવીસ કલાકમાં બે કિસાનોના મોત

લખનૌ, નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ દિલ્હીની સીમા પર કિસાન સંગઠનોનું આંદોલન આજે ૩૮માં દિવસે પણ જારી છે. ભારે ઠંડીની કોઇ અસર તેમના પર પડી રહી નથી અને પોતાની માંગોને પુરી કરવા ધરણા પ્રદર્શન કરવા માટે મકકમ છે. કિસાન સંગઠનોના નેતાઓનું કહેવુ છે કે કૃષિ કાનુનોની વાપસી સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

આ દરમિયાન યુપી ગેટ પર કિસાન આંદોલનમાં સામેલ એક વૃધ્ધ કિસાને આજે સવારે આત્મહત્યા કરી લીધી કિસાનં શબ બાથરૂમમાંથી મળી આવ્યું હતું. શબની પાસેથી ગુરૂમુખીમાં લખેલી એક સુસાઇટ નોટ પણ કબજે કરવાાં આવી હતી મૃતક કિસાન કાશ્મીર સિંહ ઉવ ૭૫ રામપુરના બિલાસપુરનો રહવાસી હતો. તેમણે પોતાના અંતિમ સંસ્કાર યુપી ગેટ પર જ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. મૃતકના પુત્ર અને પૌત્ર પણ અહીં આવ્યા છે આ પહેલા ગઇકાલે રાતે એક કિસાનનું હાર્ટ એટેક આવતા મોત નિપજયુ હતું. આમ ગત ૨૪ કલાકમાં મોતનો આ બીજાે મામલો છે.

પંજાબ રાજસ્થાન અને અનેક અન્ય રાજયોથી કિસાનોની નવી નવી ટુકડી દિલ્હી સીમાઓ પર પહોંચી રહી છે કિસાન સંગઠનોના લોકો ટ્રેકટર ટ્રોલીથી આવી રહ્યાં છે તે પોતાની સાથે કરિયાણુ પણ લઇને આવી રહ્યાં છે નવી ટુકડીઓમાં યુવાનો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ સામેલ છે સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે ચાર જાન્યુઆરીએ આગામી દૌરની વાતચીત થનાર છે સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે બે મામલા પર સહમતિ બની છે જેમાં વિજળી બીલ અન ેસબસીડી જારી રાખવા અને પરાલી સળગાવનારા કિસાનોની વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરવાની મુખ્ય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.