Western Times News

Gujarati News

કોરોનાનો નવો સ્ટ્રેન : બ્રિટને આખા ઈંગ્લેન્ડમાં લોકડાઉન લગાવી દીધું

લંડન: કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ ઝડપથી વધેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રિટને આખા ઈંગ્લેન્ડમાં લોકડાઉન લગાવી દીધુ છે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે અમે કોરોના વિરુદ્ધ જંગમાં ઓચામાં ઓછું ફેબ્રુઆરીના મધ્ય સુધી નવા સ્ટે-એટ-હોમ લોકડાઉન લગાવવાનો ર્નિણય કર્યો છે.

જેથી કરીને કોરોના વાયરસના નવા સ્ટ્રેનને વધુ ફેલાતો અટકાવી શકાય. સોમવારે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે લોકડાઉન હેઠળ તમામ શાળાઓ પણ બંધ રાખવામાં આવશે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને કહ્યું કે લોકોએ એકવાર ફરીથી ઘર પર રહેવું પડશે. ગત વર્ષ માર્ચમાં મહામારીની પહેલી લહેર સમયે લોકડાઉન સંબંધીત જે પણ આદેશ અપાયા હતા. તેવું એકવાર ફરીથી થઈ રહ્યું છે. કારણ કે હાલ કોરોનાનો નવો સ્ટ્રેન ખુબ ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે.

આપણી હોસ્પિટલ કોરોનાના નવા વાયરસના કારણે ખુબ દબાણમાં છે અને મહામારી બાદ આવું પહેલીવાર છે. તેમણે જણાવ્યું કે શાળા, કોલેજાે અને યુનિવર્સિટી બંધ રહેશે અને તે તમામ ઓનલાઈન જ ચાલશે. ફક્ત જરૂરી વસ્તુઓ માટે જ લોકો ઘરોની બહાર નીકળી શકશે.

જ્હોનસને કહ્યું કે જે પ્રકારે નવા સંક્રમણના કેસ વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. ઈંગ્લેન્ડમાં આપણને એક રાષ્ટ્રીય લોકડાઉનની જરૂર છે.

કારણ કે કોરોનાના નવા સ્ટ્રેન વિરુદ્ધ આ કઠોર પગલું પૂરતું છે. તેનો અર્થ એ થયો કે સરકાર એકવાર ફરીથી તમને ઘરમાં રહેવાના નિર્દેશ આપી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ સંક્રમણના કેસમાં વધારો થયો છે. આ નવો સ્ટ્રેન બ્રિટનથી નીકળીને અનેક દેશોમાં ફેલાઈ ગયો છે.

આ બાજુ સ્કોટલેન્ડ એ પણ ફરીથી લોકડાઉન લગાવ્યું છે. સરકારે લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે મંગળવારથી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન ચાલુ રહેશે. આ લોકડાઉન બિલકુલ એવું જ રહેશે જે ગત વર્ષ માર્ચમાં લગાવવામાં આવ્યું હતું.

એટલે કે લોકોને બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. ફર્સ્‌ટ મિનિસ્ટ નિકોલા સ્ટર્ઝને લોકડાઉનની જાહેરાત કરતા કહ્યું કે તમામ શાળાઓ એક ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. તેમણે જણાવ્યું કે મંગળવાર રાતથી જાન્યુઆરીના અંત સુધી લોકડાઉન લાગુ રહેશે.

આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતા બધુ બંધ રહેશે અને કોઈને પણ કારણ વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. સ્કોટલેન્ડમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૯૦૫ નવા કેસ રેકોર્ડ થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૧૩૬,૪૯૮ થઈ ગઈ છે. આ ઉપરાંત મૃતકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

જેને ધ્યાનમાં રાખતા સરકારે કડક લોકડાઉનનો ર્નિણય લીધો છે. સરકાર તરફથી કહેવાયું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં સ્થિતિનું આકલન કર્યા બાદ લોકડાઉન આગળ વધારવાનો ર્નિણય લેવાશે. જે ઝડપે કેસ આવી રહ્યા છે તે જાેતા એવું લાગશે કે લોકડાઉન વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.