Western Times News

Gujarati News

એંજિનિયરે 70 બાળકો પર અત્યાચાર કર્યા હતા, CBIની તપાસમાં મળી ચોંકાવનારી માહિતી

બાંદા (ઉત્તર પ્રદેશ ), ઉત્તર પ્રદેશના બાંદા વિસ્તારમાં બનેલા જાતીય અત્યાચારના કેસમાં સીબીઆઇએ ચોંકાવનારી માહિતી મેળીવી હતી. એનો સાર એટલો જ કે આરોપી એંજિનિયરે ઓછાંમાં ઓછાં 70 બાળકોનો જાતીય ગેરલાભ લીધો હતો.

એવાં કેટલાંક બાળકોને એચઆઇવીનો ચેપ લાગ્યો હોવાની શક્યતા નકારી કઢાતી નહોતી. અત્યાર અગાઉ કોર્ટે સિંચાઇ ખાતાના જુનિયર એંજિનિયરની જ્યુડિશિયલ કસ્ટડી વધારી નાખી હતી. સીબીઆઇની વિનંતી સ્વીકારીને કોર્ટે આરોપી રામ ભવનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

સીબીઆઇએ ગચા વર્ષના નવેંબરની 16મીએ રામભવનની ધરપકડ કરી હતી. કોર્ટે એને પાંચ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. ત્યારબાદ સીબીઆઇની વિનંતી સ્વીકારીને જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી  હતી. આરોપી દસેક વર્ષના બાળકોને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. એની વિડિયો ક્લીપ બનાવીને ડાર્ક નેટ પર વેચી દેતો હતો. આ કાર્યમાં એની પત્ની પણ એને સાથ આપતી હતી. આરોપી ગરીબ પરિવારોનાં બાળકોને લાલચ આપીને બોલાવતો હતો અને ત્યારબાદ તેમના પર જાતીય અત્યાચાર કરતો હતો.

આરોપી પર આઇટી એક્ટ, પોક્સો કાયદો અને ઇન્ડિયન પીનલ કૉડની 377મી કલમ હેઠળ કામ આરોપો મૂકવામાં આવ્યા હતા. આરોપી પાંચ વર્ષથી માંડીને 16 વર્ષનાં સગીરો પર રેપ કરતો હતો અને એની વિડિયો ફિલ્મ બનાવીને વેચતો હતો. આરોપી પાસેથી અડધો ડઝન મોબાઇલ ફોન, આઠ લાખ રૂપિયા રોકડા, સેક્સ ટૉય્ઝ, લેપટોપ અને બાળકોના સેક્સ્યુઅલ ઉત્પીડનને લગતા સાધનો મળી આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.