Western Times News

Gujarati News

દિલ્હી પછી મહારાષ્ટ્રમાં પણ બર્ડ ફ્લૂના કેસ મળ્યા

નવી દિલ્હી, કોરોના હજુ પૂરેપૂરો કાબુમાં આવ્યો નથી ત્યાં બર્ડ ફ્લૂનો ચેપ ઠેર ઠેર ફેલાઇ રહ્યાના અહેવાલ મળ્યા હતા. દિલ્હીમાં કેટલાંક પક્ષી મરેલા મળી આવ્યા એના સમાચારની  શાહી સુકાય ત્યાં તો મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસ મલ્યાના અહેવાલ વહેતા થયા હતા.

પાટનગર નવી દિલ્હીના એનીમલ હસબન્ડરી વિભાગના કહેવા મુજબ જલંધર મોકલાયેલા આઠ સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટિવના રિપોર્ડટ મળ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસ મળ્યા હોવાની જાણકારી મળી હ તી. મહાનગર મુંબઇ, થાણે, પનવેલ, પરભણી, રત્નાગિરિ અને બીડ વિસ્તારમાં સંખ્યાબંધ પક્ષીઓ શંકાસ્પદ રીતે મરેલાં મળી આવ્યાં હતાં. આમ હવે એક બે નહીં પૂરાં નવ રાજ્યો બર્ડ ફ્લૂની ચપેટમાં આવી ગયાં હતાં.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ વગેરે રાજ્યોમાં હજુ પણ સંખ્યાબંધ પક્ષીઓ શંકાસ્પદ સ્થિતિમાં મરેલાં મળી આવ્યાં હતાં. હરિયાણામાં એક લાખથી વધુ ચીકન બર્ડ ફ્લૂનો ભોગ બની હોવાના અહેવાલ હતા. આમ થવાથી માંસાહારી લોકોમાં પણ દહેશતની લાગણી ફરી વળી હતી. કેટલાક વિસ્તારોમાં ચીકનના ભાવમાં કિલોએ પંદરથી વીસ રૂપિયાનો ભાવઘટાડો નોંધાયો હતો.

જે જે રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ મળ્યા હતા ત્યાં તમામ પોલ્ટ્રી અને હેચરી માલિકોને સાવધ કરી દેવામાં આવ્યા હતા. પોલ્ટ્રી અને હેચરી નજીક કોઇને આવવા દેવા નહીં એવી સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી હતી. હજુ વધુ ને વધુ વિસ્તારોમાં બર્ડ ફ્લૂ હોવાના અહેવાલ આવી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.