Western Times News

Gujarati News

એલર્ટ અપાયા બાદ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરાઈ

File photo

અંબાજી મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવાયા ઃ મંદિરમાં પ નવા મોરચા ઉભા કરાયા
અમદાવાદ,  કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫ એ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશત અને આઇબી એલર્ટના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી તા.૧૫મી ઓગસ્ટે ઉજવાનાર સ્વતંત્રતા પર્વ અને તહેવારોમાં આવનારા લાખો દર્શનાર્થીઓની સુરક્ષાને લઈ યાત્રાધામ અંબાજી મંદિરમાં તંત્ર દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને, અંબાજી મદિર અને પરિસરની ફરતે લોખંડી અભેદ્ય સુરક્ષા કવચ ઉભુ કરી દેવાયું છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે.

અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી માતાજીના દર્શનનો લાભ લેવા ઉમટી પડતા હોય છે. મંદિર અને અંબાજીમાં લોકો ભીડ રહેતી હોવાથી કોઈ અસામાજિક તત્વો પગ પેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટનાને અંજામ ન આપે તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આધુનિક હથિયારો સહિત પોલીસ કર્મીઓ ફરજ પ્રત્યે સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે જ સુરક્ષા કર્મીઓની સલામતી માટે પણ મંદિર પરિસરમાં ૫ાંચ નવા મોરચા બનાવવામાં આવ્યા છે. જ્યાં બી ડી ડી એસ સહિત કયુઆરટી ટીમો સઘન તપાસ અને સમગ્ર પરિÂસ્થતિ પર બાજનજર રાખી રહી છે. એટલું જ નહી, મંદિર અને તેની ફરતે આસપાસના સમગ્ર વિસ્તારમાં સતત અને સઘન પેટ્રોલીંગ પણ હાથ ધરાઇ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.